વડોદરા: ઢાઢર નદીમાં પડેલા યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો - At This Time

વડોદરા: ઢાઢર નદીમાં પડેલા યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો


વડોદરા. તા. 7 ઓગસ્ટ 2022 રવિવારપાદરા તાલુકાના સોખદારાઘુ ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં યુવાનનો પગ લપસતા નદીમાં ખાબક્યો હતો. નદીમાં ખાબકતા જ એક મગર આ યુવાનને પાણીમાં ખેચી ગયો હતો.ઇમરાન દીવાન નામના 30 વર્ષના સોખડારાઘુ ગામના યુવાનને બચાવવા સ્થાનિક લોકોની સાથે ફાયર બ્રિગેડની ટિમ પણ જોડાઈ છે. આ ઘટનાને પગલે નદી કિનારે ગ્રામ લોકોના ટોળા જમ્યા હતા. જો કે બપોર સુધી યુવાનનો પત્તો લાગ્યો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.