મંદીની શક્યતા નથી, મોંઘવારીને કાબૂમાં રખાશે - At This Time

મંદીની શક્યતા નથી, મોંઘવારીને કાબૂમાં રખાશે


- પાકિસ્તાન-શ્રીલંકા સાથે ભારતની સરખાણી અસ્થાને : નાણાંમંત્રી સીતારામન - યુપીએમાં મોંઘવારી નવ વખત ડબલ ફિગરથી ઉપર હતી, કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ છતાં અમે સાત ટકાથી નીચે લાવીશું, : સીતારામન- મોદી હૈ તો મહેંગાઇ હૈ : અધિરરંજનનવી દિલ્હી : નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં મોંઘવારી પરજવાબ આપતા જણાવ્યું હતું કે યુપીએ સરકારમાં મોંઘવારી નવ વખત ડબલ ફિગરથી ઉપર રહી. તેનાથી વિપરીત અમે મોંઘવારીને સાત ટકાથી નીચે લાવવા પ્રયત્નશીલ છીએ. સીતારામને જણાવ્યું હતું કે જીએસટી કલેકશન છેલ્લા પાંચ મહિનાથી ૧.૪ લાખ કરોડ પર છે. જુનમાં ૮ ઇન્ફ્રા સેક્ટરમાં દ્વિઅંકી દરે વૃદ્ધિ થઈ છે. જુનમાં કોર સેક્ટરમાં વાર્ષિક દરે ૧૨.૭ ટકાનો વધારોથયો છે. આમ ભારતીય અર્થતંત્ર હકારાત્મક સંકેત પાઠવી રહ્યુ છે.સીતારામને જણાવ્યું હતું કે ભારતમાં મંદીની શક્યતા નથી. બ્લૂમબર્ગ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાએ પણ જણાવ્યું છે કે ભારતમાં મંદીની શક્યતા શૂન્ય છે. સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાના લીધે ખાદ્યતેલના ભાવમાં ઝડપથી ઘટાડો થયો છે. બીજી બાજુએ કોરોનાની બીજી લહેર, ઓમિક્રોન, રશિયા-યુક્રેન યુદ્ધ છતાં અમે ફુગાવાને સાત ટકા કે તેથી નીચે જાળવી રાખવામાં સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું હતું કે ભારતની તુલના પાકિસ્તાન અને શ્રીલંકા સાથે કરી શકાય નહી. અન્ય વૈશ્વિક અર્થતંત્રોની તુલનાએ ભારતીય અર્થતંત્ર ઘણી સારી સ્થિતિમાં છે. ભારતે અગાઉ ક્યારેય ન હોય તેવા રોગચાળાનો સામનો કર્યો હતો. તેમાથી બહાર નીકળવા માટે દરેક જણે તેના સ્તરે કામ કરી રહ્યા છે. આ માટે હું ભારતના લોકોને શ્રેય આપું છું. તેના લીધે વિપરીત સ્થિતિમાં પણ ભારતીય અર્થતંત્ર સારી સ્થિતિમાં છે. સીતારામનના ુપશ્નના જવાબમાં ચીનમાં ચાર હજાર બેન્ક દેવાળુ ફૂંકવાના આરે છે. તેની સામે ભારતની બેન્કોની એનપીએ ઘટીને ૫.૯ ટકા પર આવી ગઈ છે. આમ ભારતમાં એનપીએ ઘટી રહી છે. મોંઘવારી ઘટાડવા માટે દાળ અને તલ પર આયાત જકાત ઘટાડવામાં આવી છે. આ પહેલા ભૂતપૂર્વ નાણાપ્રધાન મનીષ તિવારીએ જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા ૧૪ મહિનાથી મોંઘવારી દર બે આંકડામાં છે, જે છેલ્લા ૩૦ વર્ષમાં સૌથી ઊંચા સ્તરે છે. કન્ઝયુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ આકાશને આંબી રહ્યો છે. જૂનમાં ભારતનો રિટેલ મોંઘવારી દર ૭.૦૧ ટકા હતો. જ્યારે ખાદ્યપદાર્થોનો મોંઘવારી દર ૭.૭૫ ટકા હતો.મોંઘવારી મુદ્દે સરકાર ગંભીર નથી, વિપક્ષનો લોકસભામાંથી વોકઆઉટમોંઘવારી પરની ચર્ચાના મુદ્દે સંસદમાંથી વિપક્ષે વોકઆઉટ કર્યો હતો. તેમા પણ ખાસ કરીને કોંગ્રેસ અને ડીએમકેએ વોકઆઉટ કર્યુ હતું. સીતારામનના જવાબના મધ્યમાં કોંગ્રેસ અને ડીએમકેના સભ્યોએ વાકઆઉટ કર્યુ હતું. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના સભ્ય મનીષ તિવારીએ જણાવ્યું હતું કે કોઈએ જેસિકાને મારી નાખી ન હતી તે જ રીતે કોઈપણ પ્રકારનો ફુગાવો અસ્તિત્વ જ ધરાવતો નથી. બધુ આડુઅવળુ ચાલ્યા કરે છે. વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલનો જવાબ તમારી સરકાર આ રીતે આપે છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનનો પ્રતિસાદ આક્રમક હતો. વિપક્ષના સભ્યોએ દાવો કર્યો હતો કે સરકાર ભાવવધારાને અંકુશમાં રાખવા અંગે ગંભીર નથી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની નીતિઓ જનભાવના કે લોકહિતથી વિપરીત છે.ભાવવધારાની ચર્ચા શરૂ કરતા કોંગ્રેસના મનીષ તિવારીએ જણાવ્યું હતું કે સરકારના નિર્ણયના લીધે દેશના ૨૫ કરોડ કુટુંબો પર અસર પડી છે. તેના લીધે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધી છે. તેમણે કહ્યું હતું કે અર્થતંત્રનો પાયો છે બચતો, રોકાણ, ઉત્પાદન, વપરાશ અને રોજગારી. સરકારે તેની ખોટી નીતિઓથી દરેક પાયાને ધ્વસ્ત કરી દીધોછે. યુપીએના શાસનમાં ૨૭ કરોડ લોકો ગરીબીરેખા પર આવ્યા હતા, જ્યારે વર્તમાન સરકારના શાસનમાં ૨૩ કરોડ લોકો ગરીબીરેખા હેઠળ ધકેલાઈ ગયા છે. લોકસભામાં રાંધણખર્ચના ભાવનો મુદ્દો ઉઠાવતા ટીએમસીના સાંસદ કાકોલી ઘોષે કાચા રીંગણા ખાધા હતા. તેણે કહ્યું હતું કે સરકાર શું એમ ઇચ્છે છે કે લોકો કાચી શાકભાજી ખાય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.