યાર્નના દોરાના ઓર્ડર પેટે 1 લાખ પડાવી લઇ રાજસ્થાની વેપારીએ હાથ ઉંચા કર્યા - At This Time

યાર્નના દોરાના ઓર્ડર પેટે 1 લાખ પડાવી લઇ રાજસ્થાની વેપારીએ હાથ ઉંચા કર્યા


- સલાબતપુરાના વેપારીને વ્હોટ્સએપ પર ફોટો મોકલાવતા 2 ટનનો ઓર્ડર આપ્યોઃ જયપુર આરટીઓએ ટ્રક પકડી છે કહી બાકી પેમેન્ટ પણ માંગ્યુંસુરત, તા. 14 ઓગસ્ટ 2022 રવિવારસલાબતપુરાના દક્ષિણી મહોલ્લાના યાર્નના દોરાના વેપારીને વ્હોટ્સએપ પર દોરાના ફોટા મોકલાવી 2 ટનના ઓર્ડર પેટે એડવાન્સ પેટે રૂ. 1 લાખ પડાવી લઇ દોરાની આજ દિન સુધી ડિલીવરી નહીં ચુકવી વિશ્વાસઘાત કરનાર રાજસ્થાનના અલવરના વેપારી વિરૂધ્ધ સલાબતપુરા પોલીસમાં ફરીયાદ નોંધાય છે.સલાબતપુરા સપ્તશૃંગી માતાના મંદિર નજીક દક્ષિણી મહોલ્લામાં રહેતા અને ઘરમાં જ હરદેવ કૃપા ટ્રેડીંગ નામે યાર્નના દોરાનો ધંધો કરતા અજય જમનાદાસ રાણા (ઉ.વ. 44) પર ગત 25 જૂને વ્હોટ્સએપ પર યાર્નના દોરાના અલગ-અલગ ફોટો આવ્યા હતા. જેથી અજયે કોલ કરતા હું પ્રવિણ જૈન બોલું છું, રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવાડી ખાતે ખુશકેસ પ્લોટમાં આર.એસ. પોલીમર ઇન્ડિયા નામે યાર્નના દોરાનો વેપાર કરૂ છું એમ કહી ધંધાકીય વાતચીત કરી હતી. યાર્નના દોરાનો ભાવતાલ નક્કી કરી અજયે 2 ટન દોરા કિંમત રૂ. 2.40 લાખનો ઓર્ડર આપ્યો હતો અને 50 ટકા એડવાન્સ પેમેન્ટ પેટે રૂ. 1 લાખ પ્રવિણના કહેવા મુજબ આરટીજીએસથી રમેશ કુમાર નામના એકાઉન્ટ ધારકમાં ટ્રાન્સફર કર્યા હતા. જયારે બાકીનું પેમેન્ટ માલની ડિલીવરી થાય ત્યાર બાદ ચુકવવાનું નક્કી કર્યુ હતું. એડવાન્સ પેમેન્ટ મળ્યા બાદ પ્રવિણે તમારો માલ જયપુર આરટીઓમાં પકડાયો છે, બાકી પેમેન્ટ કરો એટલે હું આરટીઓનો દંડ ભરીને માલની ડિલીવરી કરાવી દઉં. પરંતુ અજયે બાકી પેમેન્ટ ચુકવવાનો ઇન્કાર કર્યો હતો. બીજી તરફ પ્રવિણે માલની ડિલીવરીના નામે વાયદા કરી પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.