દેવ બનીને આવી પોલીસ:મુંબઈમાં અટલ બ્રિજ પરથી છલાંગ લગાવી, આત્મહત્યા કરી રહેલી મહિલાના વાળ પકડીને પોલીસકર્મીએ મોતના મોઢામાંથી બચાવી લીધી - At This Time

દેવ બનીને આવી પોલીસ:મુંબઈમાં અટલ બ્રિજ પરથી છલાંગ લગાવી, આત્મહત્યા કરી રહેલી મહિલાના વાળ પકડીને પોલીસકર્મીએ મોતના મોઢામાંથી બચાવી લીધી


મહારાષ્ટ્રમાં મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ બ્રિજ પર છેલ્લા કેટલાક દિવસોમાં આત્મહત્યા અથવા આત્મહત્યાના પ્રયાસના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. ઘણી વખત લોકોના જીવનમાં સમસ્યા એટલી બધી વધી જાય છે કે તે આત્મહત્યા જેવું પગલું ભરી લે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોઈ કારણથી કંટાળીને એક મહિલાએ મુંબઈમાં અટલ બ્રીજ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દેવતા બનીને આવેલી મુંબઈ ટ્રાફિક પોલીસે મહિલાને મોતના માઢામાંથી બચાવી લીધી હતી. આ ઘટના શુક્રવારે સાંજે 7 વાગ્યે બની હતી. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા કારમાંથી નીચે ઉતરીને અટલ સેતુની રેલિંગ ક્રોસ કરી રહી છે. એટલામાં પોલીસની ગાડી ત્યાં આવી જાય છે. તરત જ મહિલા દરિયામાં કૂદી પડે છે. આ દરમિયાન સતર્કતા સાથે એક પોલીસકર્મી રેલિંગ પર ચડીને મહિલાના વાળ પકડીને તેને ઉપર ખેંચી લે છે. પોલીસે જણાવ્યું કે, મહિલાની ઓળખ રીમા પટેલ (56 વર્ષ) તરીકે થઈ છે અને તે મુલુંડની રહેવાસી છે. તેણે શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણી શકાયું નથી. ઘટનાની 2 તસવીર... આ સમાચાર પણ વાંચો... મુંબઈ હિટ એન્ડ રન કેસ; 7 દિવસમાં 2ના મોત: BMWની ટક્કરમાં ઘાયલ યુવકનું મોત છેલ્લા સાત દિવસમાં મુંબઈમાં હિટ એન્ડ રનના અલગ-અલગ કેસમાં બે લોકોના મોત થયા છે. એક કિસ્સામાં, BMW કારની ટક્કરમાં ઘાયલ થયેલા યુવકનું 7 દિવસની સારવાર બાદ શનિવારે હોસ્પિટલમાં મોત થયું હતું. યુવકની ઓળખ વિનોદ તરીકે થઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.