બોટાદ ની સગીરાને ધમકી આપતા ઝેરી દવા ગટગટાવી સારવાર દરમિયાન મોત પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો
બોટાદ શહેરમાં ગત તા 11 મે એ સગીરાના પિતાએ યુવકને પિતાને ઠપકો આપતાં બોલાચાલી થઇ હતી જેથી યુવકે તેમજ તેના પિતાએ સગીરાને અને તેના પિતાને મારી નાખવાની ધમકી આપતા સગીરાને લાગી આવતા ઝેરી દવા પીધી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ જ્યાં સગીરાનુ આજે સારવાર દરમિયાન મોત નીપજયું હતું પોલીસે સગીરાને મરવા માટે મજબૂર કરનાર ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા બોટાદ હરણકુઇ વિસ્તારમાં ચમનભાઇ જકશીભાઇ શેખલીયા રહેશે અને તેઓ છુટક મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે વિપુલ ધુધાભાઇ જીલીયા નામનો યુવાન વારંવાર સગીરાને ધર પાસે આંટાફેરા મારતો હતો જેથી સગીરાના પિતાએ યુવકને પિતાને તેમના દિકરા વિશે ઠપકો આપ્યો હતો જેથી યુવક તેમજ તેના પિતાને સગીરાના પરીવાર સાથે બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સગીરા મુંઝાઇ ગઇ હતી અને તેને લાગી આવતા ગત તારીખ 11 મેં ના રોજ સગીરાએ પોતાના ધરે ઝેરી દવા પી લીધી હતી સગીરાને સારવાર માટે બોટાદ ની સબિહા હોસ્પિટલ ખસેડેલ જ્યારે સગીરાના પિતાએ બોટાદ પોલીસ મા વિપુલ ધુધા જીલીયા ધુધાભાઇ જીલીયા, રવજીભાઈ ગડાભાઇ ,મુફો રામુભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ 504,506 મુજબ ગુનો દાખલ કર્યો હતો ઝેરી દવા પી જનાર સગીરાની સારવાર બોટાદની સભ્ય હોસ્પિટલમાં ચાલતી હતી પરંતુ સગીરની અતિ ગંભીર સ્થિતિ હતી અને ગઈકાલે તારીખ 14 મેના રોજ સાંજના સગીરાનું મોત નીપજ્યું હતું જેથી બોટાદ પોલીસે ચારે શકશો વિરોધ મરવા માટે મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે લાડકવાઈ દીકરીનું મોત થયા સમાચાર સાંભળતા પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને દુઃખ છવાયું હતું ત્યારે તાત્કાલિક તમામ આરોપીને પકડી ફાંસીની સજા આપવા સગીરાના પિતાએ માંગ કરી હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.