*″તમારા મતદાન મથકને જાણો″ અંતર્ગત પોતાના મતદાન મથકની પરિવાર સાથે મુલાકાત લેતાં કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા* - At This Time

*″તમારા મતદાન મથકને જાણો″ અંતર્ગત પોતાના મતદાન મથકની પરિવાર સાથે મુલાકાત લેતાં કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*


*″તમારા મતદાન મથકને જાણો″ અંતર્ગત પોતાના મતદાન મથકની પરિવાર સાથે મુલાકાત લેતાં કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા*
***
*ગીર સોમનાથ જિલ્લામાં ″તમારા મતદાન મથકને જાણો ″ સઘન અભિયાન અંતર્ગત મતદારોએ બુથ સહિત મતદાન બાબતે માહિતી મેળવી*
***
*લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોએ મતદાન મથકની મુલાકાત કરી ત્યાંની સુવિધાઓથી સંતુષ્ઠ થયા*
***
લોકસભા ચુંટણી- ૨૦૨૪માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે.

આગામી તા.૭ મી મે ના રોજ સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લામાં યોજાનારી ચૂંટણીમાં નવા મતદારો, યુવાઓ, વૃદ્ધો, મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે એ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃત્તિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં આ અભિયાન અનુસંધાને ″તમારા મતદાન મથકને જાણો″ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહભાગી થતાં જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ શહેરના રાજેન્દ્ર ભુવન રોડ પર આવેલ મણીબેન કોટક સ્કૂલ ખાતે પરિવાર સાથે જઈને પોતાના બુથની ચકાસણી કરી હતી.

આ સાથે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના નાગરિકોએ વિવિધ ઓથ પર જઈને પોતાના મતદાન કેન્દ્રની જાણકારી મેળવી હતી.

બુથ પર હાજર બી.એલ.ઓ. દ્વારા મતદારોને મતદાન માટેનો રૂમ, મતદાર ક્રમાંક, ત્યાંની સુવિધાઓ જેવી કે, પાર્કિંગ, વ્હિલચેર, સ્વયંસેવક, સહાયતા કેન્દ્ર અને મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી મુલાકાત લેનાર મતદાતાઓને આપવામાં આવી હતી. મતદાન કેન્દ્ર મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓ પ્રથમવાર શરૂ થયેલી આ સુવિધાથી સંતુષ્ઠ થયા હતા.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે જુદી- જુદી પ્રવૃત્તિઓ થઈ રહી છે. જેમાં "તમારા મતદાન મથકને જાણો" ની પ્રવૃત્તિથી એક વૃદ્ધિ થઈ છે.
****


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.