સાયલાના સેજકપર – ધમરાશાળા ની સીમમાં આવેલ કુબલીયા હનુમાનજી એ ડાકડમરુ કાર્યક્રમ યોજાયો.
સાયલા ના સેજકપર -ધમરાશાળા ની સીમમાં જંગલમાં આવેલ વર્ષોજૂનું હનુમાનજી નું મંદિર આવેલ છે. જ્યાં હનુમાન જયંતિ નિમિતે મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું. જેમાં સંતોના સામૈયા કરી સન્માનિત કર્યા હતા. ગામલોકોએ સંતોના મુખેથી સત્સંગ પ્રવચન થકી આશીર્વાદ મેળવ્યા હતા. આ હનુમાનજી વેરાન જંગલમાં આવેલ હતા જ્યાં લોકો દિવસે પણ ભય લાગે એવો વિસ્તાર હતો. આજે આજુબાજુ ના વાડીવાળા તથા ગામલોકોના સહયોગ થી સુંદર રીતે મંદિર બનાવીને જંગલમાં મંગલ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. રાત્રે ભવ્ય ડાકડમરુ નો સ્ટેજ પ્રોગ્રામ યોજાયો હતો.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.