બોટાદ નગરપાલિકા દ્વારા શહેરની વિવિધ સોસાયટીમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું - At This Time

બોટાદ નગરપાલિકા દ્વારા શહેરની વિવિધ સોસાયટીમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું


હું દેશના નાગરિક તરીકે અવશ્ય મતદાન કરીશ...: લોકસભા ચૂંટણી 2024-બોટાદ જિલ્લો

બોટાદ નગરપાલિકા દ્વારા શહેરની વિવિધ સોસાયટીમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીનાં જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટરડો. જીન્સી રોયનાં નેતૃત્વમાં સમગ્ર બોટાદ જિલ્લામાં વિવિધ જગ્યાએ જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે, જેમાં લોકો સ્વૈચ્છિક સહભાગી થઈને મતદાન પોતાની નૈતિક ફરજ છે તેવું સમજી રહ્યાં છે, અને આ લોકસભા ચૂંટણીમાં અચુક મતદાન કરશે તેવી ખાતરી આપી રહ્યાં છે જે અન્વયે બોટાદ નગરપાલિકા દ્વારા શહેરની બ્રાહ્મણ સોસાયટી પંજવાણી કાંટા પાસે, શંકરપરા સિદ્ધનાથ મહાદેવ મંદિર, ટાઢાની વાડી, પ્રજાપતિ સોસાયટી તેમજ સતવારા સોસાયટી સહિતના વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થવન.જી.ગોસ્વામી, જે-તે મથકનાં બી.એલ.ઓ. તેમજ નગરપાલિકા સ્ટાફ અને સોસાયટીના મતદાતાઓએ હાજરી આપી હતી કાર્યક્રમનાં અંતે તમામ નાગરિકોએ અચુક મતદાન કરવાના શપથ લીધા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.