ગઢડા તાલુકાના સૂરકા,ઉગામેડી,ખોપાળા સહિતના ગામોમાં મતદાન મથકની સાફ-સફાઈ કરવામાં આવી - At This Time

ગઢડા તાલુકાના સૂરકા,ઉગામેડી,ખોપાળા સહિતના ગામોમાં મતદાન મથકની સાફ-સફાઈ કરવામાં આવી


ગઢડા તાલુકાના સૂરકા,ઉગામેડી,ખોપાળા સહિતના ગામોમાં મતદાન મથકની સાફ-સફાઈ કરવામાં આવી

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન થશે. જેના અનુસંધાને બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ સુપેરે શરૂ કરી દેવામાં આવી છે ત્યારે નોડલ ઓફિસર ટી.આઇ.પી.જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાનાં માર્ગદર્શન હેઠળ ગઢડા તાલુકા વિકાસ અધિકારી એ.એ.વાળા દ્વારા ગઢડા તાલુકાના સૂરકા, ઉગામેડી અને ખોપાળા સહિતનાં ગામોમાં મતદાન મથકની સાફ-સફાઈ કરાવવામાં આવી હતી આ કામગીરીમાં ગ્રામજનો જોડાયા હતા અને મતદાન મથકને સ્વચ્છ કર્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.