રાજકોટના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ, મતગણતરી કેન્દ્રની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર.
રાજકોટના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ, મતગણતરી કેન્દ્રની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર.
રાજકોટ શહેર તા.૨૩/૪/૨૦૨૪ ના રોજ રાજકોટ જીલ્લાના ૧૦-સંસદીય મતવિસ્તારમાં નિયુક્ત પોલીસ ઓબ્ઝર્વર ચંદનકુમાર ઝા એ રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ અને કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે ચંદનકુમાર ઝા એ વામ્બે આવાસ યોજના સ્થિત શ્રી.ભીમરાવ પ્રાથમિક શાળાનં.૯૫, અંબિકા ટાઉનશીપની મોદી સ્કૂલ, લોધીકા તાલુકાના મેટોડામાં આવેલ સરદાર પટેલ પ્રાથમિક શાળા સહિતના સંવેદનશીલ મતદાન કેન્દ્રોની મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવી હતી. ઓબ્ઝર્વર ઝાએ મોટામવા, માલવીયાનગર અને મેટોડા હાઇ-વે પરની ચેકપોસ્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સાથે સંવાદ સાધીને સુરક્ષા બંદોબસ્તને લઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વેળાએ રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગના PI ડી.એમ.હિરપરા તેમજ અન્ય પોલીસ કર્મીઓએ સાથે રહી તેઓને રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થાપનની માહિતી પૂરી પાડી હતી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.