સમયસર ટ્રેન દોડાવવામાં રાજકોટ દેશમાં બીજા નંબરે!
પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત 69મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં રાજકોટ રેલવે ડિવિઝનને નાણાકીય વર્ષ 2023-24 માટે શ્રેષ્ઠ લોડિંગ પ્રયત્નો માટે જનરલ મેનેજર કાર્યક્ષમતા શિલ્ડ એનાયત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ ડિવિઝને ટ્રેનના સંચાલનમાં 97.01% ‘PUNCTUALITY’ એટ્લે કે સમયપાલનતા હાંસલ કરી છે જે સમગ્ર ભારતીય રેલવેમાં બીજા ક્રમે છે. ડીઆરએમ અશ્વનીકુમારે રાજકોટ ડિવિઝનને મળેલી આ પ્રતિષ્ઠિત શિલ્ડને અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત અને સમર્પણનું પરિણામ ગણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.