રાજકોટ મનપાનાં સ્વિમિંગ પુલોમાં 6934 સહિત જુદાં જુદાં સ્પોર્ટ્સ માટે 10 હજારથી વધુ સભ્યો નોંધાયા
રાજકોટમાં મનપાની અલગ-અલગ રમત ગમત સુવિધા માટેની ઉનાળુ વેકેશન બેચ એપ્રિલથી જૂન સુધીની શરૂ થતા 13 દિવસમાં જ 10 હજારથી વધુ સભ્યો નોંધાઇ ગયા છે. તેમાં સૌથી વધુ 6934 સભ્યો મનપાના ચાર સ્વિમિંગ પુલોમાં નોંધાયા છે. જોકે અન્ય તો એક પેડક રોડનો સ્વામી વિવેકાનંદ પુલ હજુ મેન્ટેનન્સ માટે બંધ છે. આગામી 12 એપ્રિલથી તેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે. આ ઉપરાંત રેસકોર્સનું સિન્થેટીક એથ્લેટિક ટ્રેક સૌથી વધુ 2516 સભ્યો સાથે નોંધણીમાં સૌથી આગળ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.