જસદણ પાલિકાના પુર્વ સદસ્ય સ્વ વિપુલભાઈની પુણ્યતિથિએ અનેક સેવાકીય કાર્યો યોજાયા - At This Time

જસદણ પાલિકાના પુર્વ સદસ્ય સ્વ વિપુલભાઈની પુણ્યતિથિએ અનેક સેવાકીય કાર્યો યોજાયા


જસદણ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પુર્વ સદસ્ય સ્વ વિપુલભાઈ વેલજીભાઈ હીરપરાની નવમી પુણ્યતિથિએ તેમનાં પરિવારજનો મિત્રો સ્નેહીઓએ અનેકાએક સેવાકાર્યો કરી તેમને દિલથી દિલના ઊંડાણથી યાદ કર્યા હતાં જસદણ શહેરના નાગરીકો માટે નગરપાલિકામાં અનેક લોકહિતના કાર્યો કરનાર સ્વ વિપુલભાઈની પુણ્યતિથી નિમિત્તે અનેક જગ્યાઓ પર સેવાકીય પ્રવૃત્તિઓ થઈ હતી ખાસ કરીને શહેરના પછાત વિસ્તારમાં આવેલી ચુનારાવાડ પ્રાથમિક શાળામાં બાળકોને ભોજન કરાવ્યું હતું દરમિયાન શાળાનો સ્ટાફ પણ બાળકો માટે આ કાર્યમાં જોડાયો તે બદલ સ્વ વિપુલભાઈના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત તેમનાં મિત્રોએ પણ અનેક જગ્યાઓ પર સેવાકિય સામાજિક કાર્યો કરી વિપુલભાઈને યાદ કર્યા હતા અત્રે નોંધનીય છે કે સ્વ વિપુલભાઈની દરેક પુણ્યતિથી નિમિત્તે જસદણ પંથકમાં છેલ્લાં નવ વર્ષથી અનેક કાર્યો થાય છે તે થકી સમાજના છેવાડાના અનેક લોકોને લાભ મળ્યો છે ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં સ્વ વિપુલભાઈની યાદમાં અનેક રક્તદાન કેમ્પો થયાં જેમાં અનેક રક્ત જરૂરીયાતમંદોને અણીના સમયે લાભ મળ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.