જસદણ શ્રીનાથજીની હવેલીમાં અભિષેકરાયજીની સાનિધ્યમાં ભવ્યતાથી હોરી રસિયા યોજાયા - At This Time

જસદણ શ્રીનાથજીની હવેલીમાં અભિષેકરાયજીની સાનિધ્યમાં ભવ્યતાથી હોરી રસિયા યોજાયા


સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની હવેલીમાં વલ્લભકુળના બાવાશ્રીની ઉપસ્થિતિમાં ભવ્યતાથી ફુલફાગ હોરી રસિયા ઉત્સવ ઉજવાયો હતો. વૈષ્ણવ સમાજ જસદણ દ્વારા શ્રીનાથજીની હવેલીમાં ધોરાજીના પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકરાયજીની સાનિધ્યમાં હોળી રસિયા, ફુલફાગ મનોરથ યોજાયો હતો. જૂનાગઢનાં સુપ્રસિદ્ધ કીર્તનકાર કેતનભાઈ પુરોહિત તથા તેના સાથી વળંદ દ્વારા પુષ્ટિમાર્ગીય પ્રણાલિકા અનુસાર હોળી રસિયાની રમઝટ બોલાવવામાં આવી હતી. પૂજ્ય અભિષેકરાયજી ઉપર વૈષ્ણવો દ્વારા મોટા પ્રમાણમાં પુષ્પવળષ્ટિ કરીને વલ્લભ કુળને હોળી રસિયા ખેલાવવામાં આવ્યા હતા. બહેનોએ હોળી રસિયા ખેલતા ખેલતા મહા રાસ લીધા હતા. કીર્તનના તાલે વૈષ્ણવો નાચી ઉઠ્યા હતા અને અલૌકિક આનંદ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.