રાજકોટના ડેનિશ ઠુમ્મરે સોશિયલ મીડિયા મારફત ચાઈલ્ડ પોર્નોગ્રાફ લગતુ કન્ટેન શેર કરતા ફરિયાદ - At This Time

રાજકોટના ડેનિશ ઠુમ્મરે સોશિયલ મીડિયા મારફત ચાઈલ્ડ પોર્નોગ્રાફ લગતુ કન્ટેન શેર કરતા ફરિયાદ


રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે 24 વર્ષીય ડેનિશ ઠુમ્મર નામના યુવાન સામે ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. યુવાન દ્વારા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતું કન્ટેન્ટ શેર કરવામાં આવ્યું હતું. જે બાદ યુવાનના મોબાઈલ ફોનને FSLમાં મોકલી ખરાઈ કરતા તેમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી ઇમેજીસ, વોટ્સએપ ચેટ, વેબ હિસ્ટ્રી મળી આવી હતી. હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આઇટી એક્ટ કલમ 67(બી) હેઠળ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.