મહિસાગર બ્રેકિંગ……
મહિસાગર : કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોરે તેમના મતવિસ્તાર સંતરામપુર તાલુકાના બેણદા ફાર્મ ખાતે રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સંતરામપુર તાલુકાના ઇન્ડોર મલ્ટીપર્પસ હોલ અને વિવિધ માળખાગત સુવિધાઓ ધરાવતા સ્પોર્ટસ સંકુલ ના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપી.
અંદાજીત ૭ કરોડના ખર્ચે નવનિર્માણ થનાર આ તાલુકા રમત સંકુલ ની માળખાકીય સુવિધામાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં વહીવટી કચેરી, સ્ટોર રૂમ, લોકર, ટોઇલેટ, ઇલેક્ટ્રિકલ રૂમ, ટેબલ ટેનિસ હોલ, શૂટિંગ રેંજ માટેનો હોલ, મલ્ટીપર્પઝ હોલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન કોર્ટ, હાફ બાસ્કેટબોલ કોર્ટ, યોગા, ટેકવાન્ડો અને જુડો તેમજ બાહ્ય રમતના મેદાનોમાં ૨૦૦ મી. મડી એથ્લેટીક ટ્રેક અને પ્રેકિટસ મેદાન, વોલીબોલ કોર્ટ, ખો-ખો કોર્ટ, કબડ્ડી કોર્ટ નો સમાવેશ થાય છે.
સંતરામપુર ખાતે નવનિર્મિત થનાર આ સ્પોર્ટસ સંકુલ યુવાનોના રમતગમત કૌશલ્યમાં અભિવૃદ્ધિ કરશે અને તેમને વિકાસની અને ખેલ-કૂદ માં આગળ વધવાની અનેક તકો પુરી પાડશે.
સંતરામપુર તાલુકા ને ઇન્ડોર મલ્ટીપર્પસ હોલ અને વિવિધ માળખાગત સુવિધાઓ ધરાવતા સ્પોર્ટસ સંકુલ ની ભેટ આપવા બદલ રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જી નો સંતરામપુર તાલુકાના મારા સૌ નાગરિકો તરફથી આભાર વ્યક્ત કરું છું.
આ ભૂમિપૂજન પ્રસંગે સાથે દાહોદ ના લોકપ્રિય સાંસદ જશવંતસિંહજી ભાભોર,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમખશ્રી હરેશભાઈ વળવાઈ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડ , પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.