વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી ભુજ(પાલરા)જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી - At This Time

વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી ભુજ(પાલરા)જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી


વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી ભુજ(પાલરા)જેલ હવાલે કરતી બોટાદ એલ.સી.બી

એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.બી.સોલંકી નાઓ દ્રારા બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગઈ તા.૨૧/૦૨/૨૦૨૪ ના રોજ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૧૦૪ પેટી તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૬૭,૨૧,૯૭૬/- સાથે પકડાયેલ આરોપી સુનીલકુમાર બાબુલાલ બિશ્નોઇ(ઢાંકા)ઉવ.રર રહે.પુનાસા ગામ તા.ભીનમાલ જી.જાલોર રાજ્ય-રાજસ્થાન વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ડો.જીન્સી રોય નાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર તથા એલ.સી.બી સ્ટાફ દ્વારા સદર ઇસમને હસ્તગત કરી આરોપી સુનીલકુમાર બાબુલાલ બિશ્નોઇ(ઢાંકા)ઉવ.રર રહે.પુનાસા ગામ.તા.ભીનમાલ જી.જાલોર રાજ્ય-રાજસ્થાન વાળાને ભુજ(પાલરા)જેલ ખાતે મોકલી આપેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.