જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ડાયટેશિનનો કાર્યક્રમ યોજાયો... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ડાયટેશિનનો કાર્યક્રમ યોજાયો…


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ડાયટેશિનનો કાર્યક્રમ યોજાયો...
હિંમતનગરના મહાવીર નગરમાં આવેલી ફર્સ્ટ સ્ટેપ સ્કૂલમાં ડો.પૂજા મહેતા દ્વારા બાળકોના ડાયેટ અંગે માહિતી આપવામાં આવી બાળકોને હેલ્ધી અને અનહેલ્ધી ફુડ વિશે સમજાવવામાં આવ્યું. આ કાર્યક્રમના પ્રોજેક્ટ ડાયરેક્ટર રોશનીબેન રાવલએ સેવા આપી.આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, ઉપપ્રમુખ કામિનીબેન સુતરીયા, ખજાનચી રિદ્ધિબેન આચાર્ય તથા કારોબારી સભ્યો હાજર રહ્યા. આશરે 90 બાળકોને આ કાર્યક્રમનો લાભ મળ્યો. શાળામાં શિવરાત્રીનો કાર્યક્રમ પણ યોજાયો. શાળાના ટ્રસ્ટી મયંકભાઇ મિસ્ત્રી તથા આચાર્ય મિતલબેન મિસ્ત્રી તથા સ્ટાફ મિત્રોએ સુંદર સાથ અને સહકાર આપ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.