જડુસ હોટલ પાસે જૂની અદાવતનો ખાર રાખી કોલેજીયન યુવક પર ચાર શખ્સનો હુમલો
જડુસ હોટલ પાસે જૂની અદાવતનો ખાર રાખી કોલેજીયન યુવક પર ચાર શખ્સએ હુમલો કરી ધમકી આપતાં તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે અમારભાઇ શોએબભાઇ સદિકોટ (ઉ.વ.20) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હરિજીતસિંહ જાડેજા અને તેની સાથે આવેલા ત્રણ અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તે મોરબી રોડ પર આવેલ મારવાડી કોલેજમા બી.બી.એ.ઓનર્સનો અભ્યાસ કરે છે.
ગઇ તા.02 ના સાંજના સમયે કાલાવાડ રોડ ઉપર આવેલ જડુસથી આગળ મેક ડોનાલ્ડના પાર્કિંગમા તેને અને તેના મિત્રો સાનિધ્ય રાણપરા, આદિત્યસિંહ વાઘેલા સાથે હરિજિતસિંહ જાડેજાએ ઝઘડો કરી માથાકુટ કરેલ અને તે વખતે સમાધાન થઇ ગયેલ હતું.
બાદમાં ગઈકાલે સાંજના સમયે તે કાલાવાડ રોડ જડુડુસ હોટેલથી આગળ આવેલ મેકડોનાલ્ડની ઉપર આવેલ બારબેન્ડર્સ જીમમા જીમ કરવા માટે ગયેલ હતો ત્યારે હરિજિતસિંહ જાડેજા અને તેની સાથે તેના ત્રણ મિત્રો ઘસી આવેલ અને બોલાચાલી કરી ગાળો આપવા લાગેલ અને હરિજિતસિંહ જાડેજા ઢીકાપાટુનો મુંઢમાર મારવા લાગેલ હતો. તેમજ તેમની સાથેના ત્રણ મિત્રો પણ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને એક શખ્સે છરી કાઢી મારવા જતાં તેના મિત્રએ હાથ પકડી લીધો હતો. બાદમાં તે શખ્સે કહેલ કે, તને તો જાનથી મારી જ નાખવો છે ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.