સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત અડોલેસન્ટ હેલ્થ એંડ વેલનેસ ડે ની ઊજવણી કરવામાં આવી. - At This Time

સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત અડોલેસન્ટ હેલ્થ એંડ વેલનેસ ડે ની ઊજવણી કરવામાં આવી.


અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની નવચેતન હાઇસ્કુલ માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અડોલેસન્ટ હેલ્થ એંડ વેલનેસ ડે ની ઊજવણી કરવામાં આવી.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની નવચેતન હાઇસ્કુલ માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત *અડોલેસન્ટ હેલ્થ એંડ વેલનેસ ડે* ની ઉજવણી કરવામાં આવી. તથા કોટેજ હોસ્પિટલ ભિલોડા ના રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ વિભાગ દ્વારા પરીક્ષા સમયના તણાવ ઓછો કરવા માટે માહિતી આપવામાં આવી.
જેમાં એડોલેસેન્ટ હેલ્થ કાઉન્સેલર દ્વારા કિશોર-કિશોરીઓ ને માસિક ધર્મ અંગેની સ્વચ્છતા અને તે અંગેની ગેરમાન્યતાઓ વિશે સમજુતી આપી. સાથે જ વિદ્યાર્થીનીઓ ને સેનેટરી પેડ આપવામાં આવ્યા.સમતોલ આહાર થી થતા ફાયદા તથા જન્ક ફૂડ થી થતા નુકસાન વિશે સમજુતી આપી.
વ્યસન તેમજ રોડ અકસ્માત વિષે સમજુતી આપવામાં આવી.
સાથે જ કોટેજ હોસ્પિટલ ના મનોચિકિત્સક ડૉ. બીન્તલબેન દ્વારા વિદ્યાર્થીઓ ને પરીક્ષા સમયે તણાવ થી બચવા શુ કરવું જોઈએ, તણાવ થતો હોય તો ક્યાં ઉપાય કરી શકાય એ વિશે વિગતવાર માહિતી આપી.

આ કાર્યક્રમમાં એડોલેસેન્ટ હેલ્થ કાઉન્સેલર મમતા મકવાણા, કોટેજ હોસ્પિટલ ના માનસિક વિભાગના મનોચિકિત્સક ડૉ. બીન્તલબેન, સોશિયલ વર્કર જ્યોતિબેન, કિશનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ. પાયલબેન, લીવ રિઝર્વ ફિમેલ હેલ્થ વર્કર, એમ.પી.એચ.ડબલ્યુ., આશાબેન, શાળાના આચાર્ય તથા અન્ય શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.