૨૦મી ફેબ્રુઆરીએ બરવાળા મામલતદાર સહિતની ટીમે બરવાળા શહેરની ખારો વર્ગ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરી
ચકાસણી દરમ્યાન અનાજની નિભાવણી, સાફ સફાઈની બાબતો અયોગ્ય તથા ક્ષતિયુક્ત
જણાઇ આવતાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકને કરાયાં ફરજ મુક્ત
બરવાળા મામલતદાર તેમજ મધ્યાહન ભોજન યોજનાના તપાસ અને વહટ નાયબ મામલતદારઓએ તા.૨૦મી ફેબ્રુઆરી,૨૦૨૪ ના રોજ બરવાળા શહેરની ખારો વર્ગ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરી હતી ચકાસણી દરમ્યાન અનાજનો જથ્થો સરકારના માપદંડો મુજબ અનાજની નિભાવણી, ગુણવત્તા, સાફ સફાઈની બાબતો અયોગ્ય તથા ક્ષતિયુક્ત જણાઇ આવતા બરવાળા મામલતદાર દ્વારા ઉક્ત માપદંડોની ક્ષતિઓ સબબ એમ.ડી.એમ (પી.એમ.પોષણ) હેઠળની જોગવાઈઓ અને તેમને મળેલી સત્તાઓ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી તાત્કાલિક અસરથી સદરહું મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકને ફરજ મુક્ત કરવાની સાથે શાળા વ્યવસ્થાપક આચાર્ય, શાળા વ્યસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી મધ્યાહન ભોજન કેન્દ્ર અંતર્ગત સુદઢ તેમજ ગુણવત્તા સબબ કામગીરી સુનિશ્ચિત કરવાં સુચનો કર્યાં હતાં તદ્દઉપરાંત બરવાળા નાયબ મામલતદારને સદર કેન્દ્ર તથા અન્ય કેન્દ્રોની એકથી વધુ વખત ક્ષેત્રિય ચકાસણી કરવા તેમજ કેન્દ્રો પર સાફ સફાઇ અંગે જરૂરી સુચનો કર્યાં હતાં ગુણવત્તાયુક્ત અનાજનો જથ્થો સદરહું કેન્દ્ર પર ક્ષેત્રિય ચકાસણી દરમ્યાન સુનિશ્વિત કરવામાં આવેલ છે તેમ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ,બરવાળાની અખબારી યાદીમાં જણાવાયું છે.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.