એન્જિનિયરોની બઢતી માટે ‘વહીવટ’ માંગતા વહીવટી અધિકારીની બદલી
ગાંધીનગર મહાનગરપાલિકામાં હાલ ભ્રષ્ટાચારએ નવો બાબત રહી નથી. વિવિધ શાખાનાં અધિકારીઓ ઉપર અવારનવાર ફરિયાદો થતી રહી છે.આ સ્થિતિને કારણે કોર્પોરેશનમાં વિવિધ કામ માટે આવતા અરજદારો પાસેથી પણ વહીવટ માંગવામાં આવતો રહ્યો છે. જ્યારે મહાનગરપાલિકામાં વહીવટી અધિકારી દ્વારા મહત્વની જગ્યા ઉપર ફરજ બજાવતા અધિકારી દ્વારા ટાઉન પ્લાનિંગ શાખાના જુનિયર એન્જિનિયરના પ્રમોશન માટે તેમની પાસેથી વહીવટ માંગવામાં આવ્યો હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી. જેના કારણે જગન્નાથ ખાસનીસ પાસેથી વહીવટી અધિકારી નો હવાલો લઈ લેવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.