ખેલ મહાકુંભ ની મોરબી જિલ્લાની કબડી સ્પર્ધામાં પાંડાતીરથ પ્રાથમિક શાળાની ટીમ વિજેતા - At This Time

ખેલ મહાકુંભ ની મોરબી જિલ્લાની કબડી સ્પર્ધામાં પાંડાતીરથ પ્રાથમિક શાળાની ટીમ વિજેતા


ખેલ મહાકુંભ 2.0માં જિલ્લા કક્ષાની કબડ્ડી માં પાંડાતીરથ પ્રા.શાળા ના બાળકો એ ખુબ ઉત્તમ રમત નું પ્રદર્શન કરી ને સમગ્ર મોરબી જિલ્લા માં પ્રથમ ક્રમ હાંસલ કર્યો.જિલ્લા કક્ષા ની રમત માં કુલ 10 ટીમો એ ભાગ લીધો હતો જેમાં પાંડાતીરથ પ્રા.શાળા વિજેતા બની હતી જે બદલ શાળા ના આચાર્ય શ્રીએ શાળા ના બાળકો,શિક્ષકો ને ખુબ ખુબ વધામણાં અને શુભેચ્છાઓ આપી અને આગામી રાજ્ય કક્ષા ની થનારી સ્પર્ધા માં શાળા ભાગ લેવા જશે ત્યારે આવું ને આવું સુંદર પરીણામ લાવે એવી શાળાના શિક્ષકો અને પાંડાતી રચના સરપંચ ગુલાબસિંહ રાજપૂતે શુભકામના આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.