સંવેદન ગૃપ દ્વારા ચક્ષુદાનની સદી પરોપકારી સ્વભાવના શ્રીમતિ કાનાબારનું નેત્રદાન - At This Time

સંવેદન ગૃપ દ્વારા ચક્ષુદાનની સદી પરોપકારી સ્વભાવના શ્રીમતિ કાનાબારનું નેત્રદાન


સંવેદન ગૃપ દ્વારા ચક્ષુદાનની સદી

પરોપકારી સ્વભાવના શ્રીમતિ કાનાબારનું નેત્રદાન 

અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડિસ્ટ્રીક્ટ બ્રાંચના ચેરમેન અને જાણીતાં સેવાભાવી તબીબ ડૉ. ભરતભાઈ કાનાબારના ધર્મપત્ની કિર્તીબેન કાનાબારનું તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૪ શુક્રવારના રોજ અવસાન થતાં કાનાબાર પરિવારે સ્વજનનું ચક્ષુદાન કર્યુ હતું.
અમરેલીમાં વર્ષોથી બંધ થયેલ ચક્ષુદાન પ્રવૃતિ માટે સંવેદન ગૃપ સંસ્થાને પ્રેરણા આપનાર ડૉ. કાનાબાર સાહેબના ધર્મપત્ની છેલ્લાં છ મહિનાથી પથારીવશ હોય, પરિવાર માનસિક આઘાત સહન કરી રહ્યો હોવા છતાં સ્વર્ગસ્થ સ્વજનનું ચક્ષુદાન કરી "સેવા પરમો ધર્મ" નું ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેઓએ સંવેદન ગૃપના સંયોજક વિપુલ ભટ્ટીના માધ્યમથી નેત્રદાન માટે સેવારત ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા કુલદિપ જાડેજાએ સેવા આપી હતી.
ડૉ. કાનાબાર પરિવારે કરેલ નિર્ણય બે અંધજનોના જીવનમાં રોશની લાવશે તેમજ અંધશ્રદ્ધા છોડી, વૈજ્ઞાનિક અભિગમ અપનાવી મૃત્યુ બાદ નેત્રદાન કરવા અપિલ કરી હતી.
સંસ્થાના સભ્યો ધર્મેન્દ્ર લલાડિયા, દિપક મહેતા, મેહુલ વાઝા, અશોક પાટણવાલા, મૂકેશ મંડોરા, સંજય સવાણી, નૈષધ ચૌહાણ, ભરત ચાવડા, ચિરાગ ત્રિવેદી, ચેતન ચૌહાણ, વિપુલ ચરણદાસ, દિલીપ રંગપરા, કિશોરભાઈ, ધર્મેશ વંડ્રા તેમજ સોનલ ભટ્ટીએ નીલ કાનાબાર તથા ખુશ્બુ કાનાબારને સાંત્વના પાઠવી ૧૦૦મા ચક્ષુદાતા કિર્તીબેનને શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમ સંવેદન ગૃપની અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.