અમરેલી સીટી પો.સ્ટે. "a-FIR દ્વારા પાંચ મહિના પહેલા દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુન્હાને ડીટેક્ટ કરી આરોપીને ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ - At This Time

અમરેલી સીટી પો.સ્ટે. “a-FIR દ્વારા પાંચ મહિના પહેલા દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુન્હાને ડીટેક્ટ કરી આરોપીને ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ


અમરેલી સીટી પો.સ્ટે. "a-FIR દ્વારા પાંચ મહિના પહેલા દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુન્હાને ડીટેક્ટ કરી આરોપીને ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

હે. ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી અનડીટેક્ટ ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબનાઓએ સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ હોય,

જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સપેક્ટરશ્રી ડી.કે.વાઘેલા સાહેબની રાહબારી હેઠળ અમરેલી સીટી પો.સ્ટે. ના પો.સ્ટાફ દ્વારા આજ રોજ અમરેલી સીટી પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૪૨૦/૨૦૨૩ IPC-૧,૩૭૯ મુજબના ગુન્હાના કામે પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ બાતમી તથા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી અમરેલીના હનુમાનપરા વિસ્તારમાંથી આરોપીને ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ,

પકડાયેલ મુદ્દામાલની વિગત-
૧) અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૪૨૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબના ગુનાના કામે ચોરી થયેલ મોબાઇલ ફોન વિવો કંપનીનો Y75 મોડેલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કી.રૂ.૧૭,૫૦૦/- વાળો આરોપી પાસેથી રીકવર કરેલ છે.

પકડાયેલ આરોપી-
૧) કૌશિક ઉર્ફે કાનો મધુભાઇ મકવાણા ઉ.વ.૩૦ રહે.હનુમાનપરા, શેરી નં-૩ તા.જી.અમરેલી

આ કામગીરી અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી ડી.કે.વાઘેલા સાહેબ તથા હેડ કોન્સ, પ્રકાશભાઇ એન. ટાપણીયા તથા પો કોન્સ. રોહિતભાઇ કે. પરમાર તથા પો. કોન્સ. સોયેબભાઇ ઓ. જુણેજા તથા પો.કોન્સ. હરેશભાઇ પી. મારૂ તથા પો.કોન્સ. ચિરાગભાઇ કે. માટીયા નાઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.