ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી લેતી વલ્લભીપુર પોલીસ - At This Time

ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી લેતી વલ્લભીપુર પોલીસ


વલ્લભીપુર પોલીસ અધિકારી પી.ડી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો વલ્લભીપુર બજરંગ ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વલ્લભીપુર તરફ થી એક વાદળી કલરનુ પટ્ટાવાળુ આગળ પાછળ નંબર પ્લેટ વગરનું સ્પલેન્ડર મોટર સાઇકલ વાળો વાદળી કલરનું ટી શર્ટ પહેરેલ છે જે મોટર સાઇકલના પોતાની પાસે આધાર પુરાવા ન હોય જેથી હકીકત વર્ણન મુજબ એક ઇસમ મોટર સાઇકલ લઇ નીકળેલ જેંથી ઉભો રખાવી પોતાની પાસે રહેલ મો.સા.બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી મજકુર ઇસમની વધુ પુછપરસ
કરી કાયદેસર કાર્યવાહી કરેલ અને નીચે મુજબના મુદ્દામાલ તથા આરોપી મળી આવેલ આરોપી:- વિજયભાઇ ઉર્ફે ભગત દેવશીભાઇ ઉલ્વા જાતે રબારી ઉ.વ.૩૨ ધંધો પશુપાલન રહે. કાળાતળાવ તા.વલ્લભીપુર જી.ભાવનગર કબ્જે કરેલ મુદ્દામાલ:-હોન્ડા કંપનીનું સ્પલેન્ડર પ્લસ મો.સા.જેના આગળ પાછળ નંબર પ્લેટ નથી મોટરસાયકલ ના ચેસીસ.સા. 04-160723 ....... બાદ ના નંબર ધસી નાખેલ જોવામાં આવે છે તથા એન્જીન નંબર જોતા 04M15M07001 કામગીરી કરનાર અધી,કર્મચારી:-વલ્લભીપુર પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.પી.ડી.ઝાલા ની સુચના અને માર્ગદર્શન હેઠળ Aડા શૈલેષભાઇ પઢારીયા તથા પોલીસ હેડ કોન્સ.જે.બી.સાંગા,ડી.એસ.ગોહીલ તથા પો.કોન્સ.ગીરીરાજસીંહ ગોહીલ,પો.કોન્સ.કલ્પેશભાઇ સેલાણા તથા પો.કોન્સ.તથા પો.કોન્સ.અશોકભાઇ મોરી તથા અરવિંદભાઇ ચુડાસમા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.