દાણાવાડા સહકારી મંડળી નાં મંત્રી દ્વારા ૬૩.૮૦ લાખ ની ઉચાપત ફરીયાદ - પ્રમુખ દ્વારા ફરીયાદ - At This Time

દાણાવાડા સહકારી મંડળી નાં મંત્રી દ્વારા ૬૩.૮૦ લાખ ની ઉચાપત ફરીયાદ – પ્રમુખ દ્વારા ફરીયાદ


*મુળી નાં દાણાવાડા સેવા સહકારી મંડળી નાં મંત્રી દ્વારા ૬૩.૮૦ લાખ ની ઉચાપત*

*મંડળી નાં પ્રમુખ દ્વારા મુળી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરીયાદ*

મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં સેવા સહકારી મંડળી ઓમા ઉચાપત નાં બનાવો બહાર આવે છે સરલા સહકારી મંડળી નાં કૌભાંડ બાદ મુળી પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી કૌભાંડ બાદ દાણાવાડા સહકારી મંડળી નાં મંત્રી દ્વારા રૂપિયા ૬૩.૮૦ લાખ ની ઉચાપત ની પ્રમુખ દ્વારા મુળી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે સને ૧૯-૨૦ નાં વર્ષ માં મંડળી નાં ધિરાણ ની રકમ બેંક માં જમા કરાવવાના બદલે અંગત ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે મંત્રી સરદારસિંહ પરમાર દ્વારા આ ઉચાપત કરવામાં આવી છે ત્યારે સરદારસિંહ પરમાર દ્વારા જણાવાયું હતું કે મકાન બાંધકામ માં જરૂરીયાત ઉભી થતાં આ રકમ ઉચાપત કરી વાપરવામાં આવી હતી આ બાબતે તાલુકા પીએસઆઇ એચ.જી.ગોહીલ વધું તપાસ હાથ ધરી છે મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં સહકારી મંડળીઓ માં ભ્રષ્ટાચાર થયો છે તેમાં અનેક રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી અને કોર્ટ માં કેસ દાખલ કરવામાં આવ્યા છે તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી માટે ભ્રષ્ટાચાર કરતાં હોદેદારો ને મોકળું મેદાન મળી ગયું હોય તેમ મુળી તાલુકાનાં ગામોમાં મંડળીઓ ચાલે છે ફક્ત પેપર ઉપર અને ખેડૂતો આ લોકો નાં ભ્રષ્ટાચાર નો ભોગ બને છે અને ત્રણ ત્રણ વર્ષ સુધી ઓડીટમા પણ કેમ આ બહાર આવતું નથી એ મોટો પ્રશ્ન છે

*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.