વ્યાજખોરો દાદી-પૌત્રને માર મારી ટીવી, વોશિંગ મશીન ઉઠાવી ગયા - At This Time

વ્યાજખોરો દાદી-પૌત્રને માર મારી ટીવી, વોશિંગ મશીન ઉઠાવી ગયા


વધુ એક બનાવમાં પોલીસનો કોઇ ડર રાખ્યા વગર વ્યાજખોરે હપ્તા નહિ ચૂકવી શકનાર પરિવારના ઘરે જઇ વૃદ્ધા તેમજ તરુણને માર મારી હડધૂત કરી ઘરમાંથી ટીવી, વોશિંગ મશીન ઉઠાવી ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. માલવિયાનગર વિસ્તારમાં આવેલા કૈલાસ કર્મચારી સોસાયટીમાં રહેતા કંચનબેન રમેશભાઇ ચાવડાએ મવડી રોડ, વિશ્વેશ્વર શાકમાર્કેટ પાસે ઓફિસ ધરાવતા વ્યાજખોર અજિતસિંહ ઉર્ફે અજયસિંહ રાઠોડ અને તેના 3 સાગરીતો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, કંચનબેને દોઢ મહિના પૂર્વે અજિતસિંહ પાસેથી વ્યાજે રૂ.20 હજાર લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.