_*ઇડરની એક શાળાના બાળકો દ્વારા કરાઇ અનોખી રીતે કરી બેગલેસ - At This Time

_*ઇડરની એક શાળાના બાળકો દ્વારા કરાઇ અનોખી રીતે કરી બેગલેસ


_*ઇડરની એક શાળાના બાળકો દ્વારા કરાઇ અનોખી રીતે કરી બેગલેસ ડે ની ઉજવણી*_
**************
*શહીદોના પરિવારને મદદરૂપ થવા સશત્ર સેના ધ્વજ દિનના ફાળામાં રૂ ૧,૫૧,૦૦૦ યોગદાન આપી યુનિક-યુ સ્કુલ ઇડરનો અનોખો સેવા યજ્ઞ - બેગલેસ દિવસની વિશિષ્ટ પ્રયોગ*
**********************
*ઇડરની એક શાળાના વિદ્યાર્થીઓએ બેગ-લેસ-ડે દ્વારા હોળી-ધૂળેટીનો રૂ દોઢ લાખ ગેર (ફાગ) રૂપે સશત્ર સેના ધ્વજ દિન ફાળો એકઠો કરી અનોખો કીર્તિમાન સ્થાપ્યો*
*************************
*ઇડરની સ્કૂલ દ્વારા બેગ-લેસ ડેની અનોખો પ્રયોગ - શહીદોના પરિવારને મદદરૂપ થવા સશત્ર સેના ધ્વજ દિનના ફાળામાં રૂ ૧,૫૧,૦૦૦ નું અભૂતપૂર્વ યોગદાન*
*********************
બાળકોમાં અભ્યાસની સાથે રાષ્ટ્ર ભાવના જાગૃત થાય અને દેશસેવા તથા સમપર્ણનો ભાવ થાય તો જ રાષ્ટ્રની ઉન્નતિ ચોકકસ થાય આવી જ રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવાનું કામ કર્યુ છે ઇડરની એક શાળાના બાળકોએ
વાત છે ઇડરની યુનિક-યુ ઇન્ટરનેશનલ સ્કૂલ જેમને બાળકોને સેવાનો ભાવ પેદા કરી રાષ્ટ્રની સુરક્ષા માટે સમર્પિત સૈનિકો માટે અધધ કહી શકાય તેટલુ ભંડોળ એકત્ર કર્યુ છે જે સામાન્ય લારીચાલકથી લઇ લકઝ્યુરીયસ કારમાં ફરતા નાગરીકને જોડવાનું અનોખુ કાર્ય કર્યુ છે. રાજય સરકાર બાળકોને ભણતરનો ભાર ના લાગે તે માટે બેગલેસ ડે ઉજવવાનું નક્કી કર્યુ છે ત્યારે ઇડરની આ શાળાના બાળકોએ બેગલેસની અનોખી રીતે ઉજવણી કરી છે
આર્મડ ફોર્સિસ માં દર વર્ષે સાત ડિસેમ્બરના રોજ સશસ્ત્ર શેના ધ્વજની મનાવવામાં આવે છે અને આ દિવસ નિમિત્તે વર્ષ દરમિયાન સમાજમાંથી ફંડ ઉઘરાવવામાં આવે છે અને ફંડ જિલ્લા સૈનિક કલ્યાણ પુનઃ વસવાટ માટે તેનો ઉપયોગ થતો હોય છે. આ માટે ઇડરમાં આવેલ એક અનોખી સંસ્થા યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા 1,51,000 જેટલા પૈસા ભેગા કરી જિલ્લા સૈનિક કલ્યાણમાં ફંડ સ્વરૂપે આપીને અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જેની અંદર સ્કૂલના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના 636 વિદ્યાર્થીઓમાંથી 392 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ફાળો ઉઘરાવવામાં આવ્યો. સ્કૂલના આ પ્રક્રિયામાં જોડાયેલ તમામ વિદ્યાર્થીઓ દ્વારા પૂર્ણ હકારાત્મક ભાવથી પ્રયત્ન કર્યો છે. આ પ્રક્રિયામાં ધોરણ 1 થી 9 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના બાળકો જોડાયા હતા. સ્કૂલના દરેક બાળક દ્વારા તેમના દ્વારા 4100 થી વધુ વ્યક્તિઓની મુલાકાત કરવામાં આવી તેમજ 45 કરતાં વધુ સોસાયટીઓ અને 100 થી વધુ ગામડાઓમાંથી આ ફાળો એકઠો કરવામાં આવ્યો હતો.

જેની અંદર સ્કૂલ દ્વારા અલગ અલગ માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં દરેક બાળકને જણાવવામાં આવ્યું હતું કે દરેક બાળકે પોતાના ઘરેથી રૂ.50થી વધારે ફાળો લેવાનો નથી. તેમજ ગોલ્ડન અને સિલ્વર એમ કેટેગરી નક્કી કરવામાં આવી હતી.
ગોલ્ડન કેટેગરીમાં એવું હતું કે જેમાં ઓછામાં ઓછા સાત વ્યક્તિની મુલાકાત કરવી અને પાંચસો રૂપિયા થી વધુ પૈસા એકઠા કરવા તેમજ સિલ્વર કેટેગરીમાં ઓછામાં ઓછા પાંચ વ્યક્તિ અને રૂ.300 થી વધારે ફાળો એકઠો કરવો. આ કેટેગરી પાછળનું હેતુ બાળક પોતાના ઘર સિવાયના અન્ય વ્યક્તિઓની મુલાકાત કરે એમની પાસે સૈનિકોના કલ્યાણ માટે કંઈક માંગતા શીખે.

એક બાળક (મહિપાલ) દ્વારા વધારેમાં વધારે 2865 રૂપિયા ફંડ એકઠું કરવામાં આવ્યું હતું. તેમજ ઓછામાં ઓછું પાંચ રૂપિયા ફંડ એકઠું થયું હતું. આમાં ઘણા બધા બાળકો દ્વારા મધ્યમ, ગરીબ વર્ગના અલગ અલગ શાકભાજીવાળા, બુટ પોલિશ કરનારા, પકોડી વેચનાર જેવા વિવિધ લોકોની મુલાકાત કરી હતી.

આ પ્રક્રિયામાં બાળકોને ઘણા સારા અનુભવ થયા બાળકો જ્યારે તડકામાં ફરતા હતા ત્યારે એમને અમુક લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે આપ તડકામાં ન ફરો અને એમને પાણીની પણ પૂછપરછ કરી હતી. તેમજ ઘણા પરિવારોએ એમને કહેલું કે "આપ બહુ ખૂબ જ સારું કામ કરો છો". એ રીતે અમને બિરદાવેલા હતા.
જ્યારે ઘણી જગ્યાએ બાળકોને ના પણ સાંભળવા મળી હતી ત્યારે બાળકોએ તેમનો પણ અમારી વાત સાંભળવા બદલ અને સમય આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ બાળકોને આ પ્રક્રિયામાં (રિજેક્શન) ના પણ સાંભળવી જોઈએ તે પણ જીવનનો એક મોટો પાઠ છે તે શીખવા મળ્યું.

તેમજ મોટાભાગના વિદ્યાર્થીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ પ્રક્રિયામાં અમને એકબીજા સાથે સંવાદ કરવાનું, કોઈને પોતાની વાત અસરકારક રીતે સમજાવવી, આત્મવિશ્વાસ પૂર્વક રજૂઆત, ગમતા - અણગમતા અનુભવ, સતત પ્રયત્ન કરતા રહેવું જેવા વિવિધ ગુણો શીખવા મળ્યા.
સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે અમને કોઈ વ્યક્તિઓ અમને હકારાત્મક પ્રતિસાદ ન આપે ત્યારે અમે મનથી દુઃખી થતા હતા તેમજ આગળ જવું કે ન જવું તેવું મનમાં પ્રશ્ન પણ થતો હતો પરંતુ અમે મોટા ભાગે અગાઉનો નકારાત્મક અનુભવ ભૂલીને નવા પ્રયત્નો સતત ચાલુ રાખતા હતા.

_*બેગ-લેસ ડે ની અનોખી પ્રવૃત્તિ*_

*વિદ્યાર્થીઓના પ્રતિભાવ*

“ આ કામને લીધે મને ૧૭૭ વ્યક્તિઓને સામે મારી વાતની રજૂઆત કરવાનું અને ક્યારેક રીજેકશન(ના-સાંભળવા) નું શીખવા મળ્યું. મારા માટે સારા કામમાં ભાગીદાર થવાની સાથે સાથે જીવનની કેટલીક સચ્ચાઈઓ-વાસ્તવિકતાઓ જાણવાનો અને અનુભવ લેવાનો આ અનોખો અવસર હતો. મને ખરેખર ખુબ શીખવા મળ્યું. આભાર.” - _*વિધાર્થી લાલસિંહ મહિપાલસિંહ ભાટી, ઇડર*_

“અમે બંને બહેનપણીઓ પૃથ્વીપુરા ગામમાં 40થી વધુ લોકોને અલગ-અલગ મળ્યા અને અમને મોટા ભાગની જગ્યાએથી સારો પ્રતિસાદ મળ્યો અને ક્યારેક ના પણ સાંભળવા મળી. અન્ય વ્યક્તિઓને મદદ કરવા માટે વાતની રજૂઆત કરવાનું શીખવા મળ્યું અને હા કે ના મળે તો પણ સમાન ભાવથી સ્વીકાર કરવાનું પણ શીખ્યા.” - _*વિધાર્થીની યશ્વી અને ક્રિષા પટેલ, પૃથ્વીપુરા ગામ*_

“ શરૂઆતમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે ફાળો માંગતા મને ખુબજ સંકોચ થયો. પણ સમાજના એકદમ સામાન્ય થી સામાન્ય નાગરિકોએ પણ મારી વાત શાંતિથી સાંભળી - અને મારામાં વિશ્વાસ મૂકીને એમનો ફાળો આપ્યો ત્યારે મારો ઉત્સાહ બેવડાયો અને પછીતો હું ૪૦ જેટલા લોકો સુધી પહોંચી. મને સેના માટે કામ કરવાની તક આપવા બદલ મારી સ્કુલનો આભાર.” - _*વિધાર્થીની નવ્યા મેહતા, લાલોડા ગામ*_

*શિક્ષિકા શ્રીમતી સુષ્માનો પ્રતિભાવ*
મને એ વાતનો આનંદ છે કે વિદ્યાર્થીઓ એ સહજ ભાવે - જાણે આ તો એમનું જ કાર્ય છે તેમ મિશનની રીતે વાતને ઉપાડી લીધી અને તેઓની મહેનત અને નિષ્ઠાથી જ આવું પરિણામ મેળવી શક્યા. એક ફોજીની પત્ની હોવાથી મારે માટે આ એક અલગ જ અહેસાસ હતો.

*વાલીનો પ્રતિભાવ શ્રિ દિલાવર હુસૈનનો પ્રતિભાવ*
મારા સંતાન તાનીશ દ્વારા ઘરે આવીને દેશના સૈનિકો માટે ફંડ એકઠું કરવાની જ્યારે વાત કરી ત્યારે તેની રાષ્ટ્ર પ્રેમની ભાવના જોઈને હું ખૂબ જ આનંદિત થયો અને મેં જ્યારે એને વધુ ફાળો આપવાની વાત કરી ત્યારે બાળકે મારી જોડે થી ફક્ત 50 રૂપિયા જ લીધા અને બાકી અમારા આસપાસના વિસ્તારમાં રહેતા 150થી વધુ વ્યક્તિઓની મુલાકાત કરી તેને ફાળો એકઠો કર્ય. ખરેખર મારા બાળકને બીજા વ્યક્તિઓ સાથે વાતચીત કરતા જોઈ હું ખૂબ જ ખુશ થયો. સ્કૂલનો ખુબ ખુબ આભાર…

*આચાર્યશ્રી હર્ષદભાઇ પટેલનો પ્રતિભાવ*
"સ્કૂલમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત કરવાનું કામ નિયમિતપણે થતું હોવાથી જયારે વિદ્યાર્થીઓને પ્રાર્થનાસભામાં રાષ્ટ્રીયધ્વજ દિન નિમિત્તે ફંડ એકઠું કરવાની ભાવનાત્મક વાત રજૂ કરવામાં આવી ત્યારે ફક્ત ત્રણ જ દિવસમાં આટલી મોટો ફાળો એકઠો કરી શક્યા.
સ્કૂલમાં બેગ-લેસ દિવસની એક અનોખી પ્રવૃત્તિની સાથે સાથે વિધાર્થીઓમાં ૨૧મી સદીના જરૂરી કૌશલ્યો વિકસિત થાય તેવો સફળ પ્રયોગ કરી શક્યા તેનો આનંદ અને સંતોષ છે. અમારા શિક્ષક મિત્રોએ પણ વિદ્યાર્થીઓમાં આ કાર્યમાં પ્રેરણા પૂરી પાડી છે. દરેક બાળક વધારેમાં વધારે વ્યક્તિઓની મુલાકાત કરે, સંવાદ કરે અને રજૂઆત કરી સૈનિકો માટે વિશિષ્ટ ભાવ કેળવે તે હેતુ સિદ્ધ થયો છે. બાળકો દ્વારા 4,000 થી વધુ વ્યક્તિઓની મુલાકાત કરવામાં આવ્યા અને તેઓને જીવનના અલગ-અલગ પાઠ શીખવા મળ્યા."
*સંચાલકશ્રી જીતેન્દ્રભાઈ પટેલનો પ્રતિભાવ*
“ વિદ્યાર્થીકાળ જ સાચો સમય હોય છે જયારે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ - દેશ ના વીર જવાનો માટેનો કૃતજ્ઞતાનો ભાવ રોપી શકીએ છીએ. જયારે આપણે સેના અને તેના જવાનો દેશ માટે કેવું બલિદાન આપે છે અને કેવા સંજોગોમાં - કષ્ટો સહીને ભારતને સલામત રાખે છે તે વિદ્યાર્થીઓને બતાવીએ છીએ - પુસ્તકો - વાંચન - શોર્ય ગાથાઓ - નાટક - ગીતો દ્વારા એમનામાં રોપીએ છીએ ત્યારે તેમને આપણે આદર્શ નાગરિક (ધ ગુડ હ્યુમન બીઇંગ) બનાવવા તરફ લઇ જઈએ છે. સંસ્થાની આ પ્રવૃત્તિ બીજી સંસ્થાઓ અને બાળકોને પ્રેરણાનું કારણ બને તો ગમશે.”
*કલેકટર શ્રી હિતેષ કોયા*
“ આજે બાળકો સાથે મળીને - સંવાદ કરીને ખુબ આનંદ થયો. એમની સમજ, પ્રશ્નો અને પ્રયત્નો પરથી એમનું ભવિષ્ય ઉજ્જવળ જણાય છે. સશત્ર સેના ધ્વજ દિનના ફાળામાં રૂ ૧,૫૧,૦૦૦ નું માતબર યોગદાન બદલ આભાર અને અભિનંદન “
*કમાન્ડર(નિવૃત) શશી કુમાર ગુપ્તા (જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી, સાબરકાંઠા*
“ અત્યાર સુધીનો એક રેકોર્ડ અભૂતપૂર્વ ફાળો એકઠો કરવા બદલ ખુબ ખુબ આભાર. યુનિક-યુ સ્કુલના વિદ્યાથીઓને મળ્યા પછી એવું લાગે છે કે ધ ગુડ હ્યુમન બીઇંગ ફાઉન્ડેશન, ઇડર દ્વારા વિદ્યાર્થીઓને આ કાર્ય દરમિયાન સંસ્કાર સિંચન અને જીવન માટે જરૂરી કૌશલ્યોનું યોગ્ય ઘડતર થયું છે. “

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.