સાબરકાંઠા જિલ્લાના-: હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના કનાઈ ગામના ખેતરમાંથી ચોરાયેલ દીવેલા (એરંડા)ના અનીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ દીવેલા તેમજ ત્રણ ઈસમને ગુન્હો કરવામા વપરાયેલ રિક્ષા સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ……..
સાબરકાંઠામાં-: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગરનાઓએ ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અન્વયે પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા સાબરકાંઠાનાઓએ આપેલ સુચના અન્વયે વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલ હિંમતનગર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન એ પાર્ટ નં-૧૧૨૦૯૦૧૭૨૩૦૧૫૯ ૨૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબની ફરીયાદ તા-૦૬/૦૩/૨૦૨૩ ન રોજ દાખલ થયેલ.. જે કામે ફરીયાદી તથા અન્ય ખેડુતોના કનાઇ ગામના ખેતરમાંથી આશરે ૧૨ મણ જેટલા દીવેલા કિ.રૂ ૧૪,૪૦૦/- ની ચોરાયેલ હોય સદર ગુન્હો શોધી કાઢી મુદ્દામાલ રીકવર કરવા સારૂ વાય.બી.બારોટ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા અનાર્મ હેડ કોન્સટેબલ વિજયકુમાર બાબુલાલ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઇ હરજીભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ દલજીતસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાકેશસિંહ જસવંતસિંહ નાઓ તે દિશામાં સતત પ્રયત્નશીલ રહી ઇલોલ ગામે વાહન ચેકીંગમાં હતા.. તે દરમ્યાન સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ દીપસિંહનાઓને બાતમી મળેલ કે ત્રણ ઈસમો સી.એન.જી રિક્ષામાં દીવેલા(એરંડા)ના કોથળા ભળી લઈ ઈલોલ તરફ આવે છે.સદર બાતમી વાળી સી.એન.જી.રિક્ષા આવતા હાથનો ઈશારો કરી રિક્ષા સાઈડ કરી,જેમાં ચેક કરતા તેમાં ત્રણ ઈસમો બેસેલ હોય તેમજ આ રીક્ષામાં પાછળની બાજુ જોતા કોથળા ભરેલ પડેલ હોય.. જે કોથળા ખોલી ચેક કરી દીવેલા(એરંડા)ના ભરેલ કોથળા બાબતે પુછપરછ કરતા ત્રણે ઈસમો સંતોષકારક જવાબ ન આપી ગલ્લા તલ્લા કરતા હોય સદરી ઈસમોને યુક્તી પ્રયુક્તીથી વઘુ પુછપરછ કરતાં ઉપરોક્ત ગુન્હાની કબુલાત કરતા હોય સદરી આરોપી (૧) કાળુસિંહ અગરસિંહ મકવાણા તથા (૨)વનરાજસિંહ કરણસિંહ પરમાર તથા(૩)રંગુસિંહ રાધુસિંહ મકવાણા તમામ રહે -કનાઇ તા-હિંમતનગર જી-સાબરકાંઠાવાળા નાઓને પકડી પાડી ૧૨ મણ જેટલા દીવેલા (એરંડા) કિ.રૂ ૧૪,૪૦૦/-કબ્જે કરવામાં આવેલ તેમજ આ ગુન્હો કરવામાં વપરાયેલ સી.એન.જી રીક્ષા નં-જી.જે-૦૯-એ.એક્સ-૪૭૯૮ની કી.રૂ-૭૦,૦૦૦/- ગણી કબ્જે કરી અનડીટેક્ટ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરેલ છે.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.