ધંધુકા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતભાઈ ઓના પાકને થયેલ નુકશાન લઈ પ્રાંત સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું - At This Time

ધંધુકા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતભાઈ ઓના પાકને થયેલ નુકશાન લઈ પ્રાંત સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતભાઈ ઓના પાકને થયેલ નુકશાન લઈ પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું
તા.૪/૩/૨૦૨૩ અને ૫/૩/૨૦૨૩ માં કમોસમી વરસાદના કારણે ખેડૂતભાઈ ઓના પાકને થયેલ નુકશાન ને લઈ શ્રી પ્રાંત અધિકારી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું
તા.૪/૩/૨૦૨૩ અને તા. ૫/૩/૨૦૨૩ ના રોજ કમોસમી વરસાદ અને પવનને કારણે જીરું - કપાસ - ઈસબગુલ - ધાણા - ચણા તેમજ ઘઉં જેવા પાકમાં અમુક ગામડામાં નુકશાન થવા પામેલ છે. તેમજ આવા ખેડૂતભાઈઓ ખૂબ ઓછા પ્રમાણમાં છે. તો તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવક દ્વારા સાચી પરિસ્થિતિનો સર્વે (૧) રોજકા (૨) બાજરડા (૩) છારોડિયા (૪) ઊંચડી (૫) પીપળ (૬) આકરું (૭) હડાળાં જેવા ગામો માંથી ફોન આવેલ અને ખેડૂતભાઈઓની નુકશાનીની માહિતી મળેલ છે તે સિવાય પણ બાકી રહેતા ગામોમાં પણ સર્વે કરાવવામાં આવે અને સરકારશ્રી સુધી નુક્શાનની યોગ્ય માહિતી મોકલવામાં આવે અને ખરેખર થયેલ નુક્શાનનું યોગ્ય વળતર અસરગસ્ત ખેડૂતભાઈઓને આપવામાં આવે તેવી સહદેવસિંહ ગોહિલે દ્વારા રજુઆત કરવામાં આવી હતી
વિશેષ માં જીરુનો પાક જ્યાં ઊભો હતો ત્યાં પણ ભારે પવનના કારણે પાક ખરી ગયેલ છે. તેમજ રોજકા ગામમાં ખળામાં જીરુને ઢાંકવા જતાં - ૪ યુવાન 6/3/2023 ખેડૂતપુત્રો ઉપર વીજળી પડતાં યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છે. જે હાલ અમદાવાદ જાયડ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં ત્રણ યુવાનોને હાલ સારું છે.તેમના ખળામાંથી વાઢેલું જીરું ઊડી ગયેલ છે. તો યોગ્ય તપાસ કરી સહાય અપાવવા વિનંતી છે. આ સાથે ખેડૂતભાઈઓની અરજી પણ સામેલ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના સહદેવસિંહ ગોહિલે દ્વારા રજુઆત કરવામાં આવી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.