રોકડ રૂ.૧૩,૬૪૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનાં પાનાથી અંદર-બહારનો જુગાર રમતાં ર માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

રોકડ રૂ.૧૩,૬૪૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનાં પાનાથી અંદર-બહારનો જુગાર રમતાં ર માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડૉ. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર તથા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો તળાજા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન તળાજા તાલુકાના સરતાનપર ગામે બાવળની કાંટમાં ગંજીપત્તાનાં પાનાથી અંદર-બહારનો જુગાર રમાતો હોવાની પોહેડ કોન્સ ચેતનસિંહ સરવૈયાને મળેલ બાતમી આધારે રેઇડ દરમ્યાન નીચે મુજબનાં માણસો વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ

આરોપીઓ-

1. ઘુઘાભાઇ રામજીભાઇ સરવૈયા ઉ.વ.૪૨ ધંધો-હિરા ઘસવાનો રહે. જોળ વિસ્તાર,જીવનદિપ સ્કુલની બાજુમાં, સરતાનપર, તા તળાજા જી.ભાવનગર

2. દિપકભાઇ રામજીભાઇ બાંભણીયા ઉ.વ.૩૧ ધંધો-ડ્રાયવીંગ રહે બકાલા માર્કેટની બાજુમાં, સરતાનપર

તા.તળાજા જી.ભાવનગર

કબ્જે કરેલ મુદામાલ-

ગંજીપત્તાનાં પાના તથા રોકડ રૂ.૧૩,૬૪૦/- મળી કુલ કિ.રૂ.૧૩.૬૪૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં ચેતનસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા, ભદ્રેશભાઇ પંડયા, મહેન્દ્રસિંહ સરવૈયા

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.