*G-20 સમિટ-૨૦૨૩ નિમિત્તે ડભોઇમાં આજરોજ સિટીવોક (મેરેથોન) નું આયોજન* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jf0z0y9iqext6tfk/" left="-10"]

*G-20 સમિટ-૨૦૨૩ નિમિત્તે ડભોઇમાં આજરોજ સિટીવોક (મેરેથોન) નું આયોજન*


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની "વસુધૈવ કુટુમ્બકમ્" ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે G-20 સમિટ-૨૦૨૩નું યજમાન ભારત બન્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં G- 20 સમિટની મહત્વની ૧૬ ઇવેન્ટ યોજાઈ રહી છે. આ સમિટ અંગે લોકજાગૃતિ લાવવા અને જનભાગીદારી વધે તેવા આશયથી સમગ્ર ગુજરાતમાં ઝોન પ્રમાણે આવતી તમામ નગરપાલિકા વિસ્તારમાં સીટીવોક ( મેરેથોન ) નું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત આજે સવારે ૮:૩૦ કલાકે ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં ૪.૦૦ કિ.મી.ના રૂટ ઉપર સીટીવોક યોજવામાં આવી હતી. જે ડભોઇ નગરપાલિકા થી શરૂ કરી વકિલ બંગલા, ભારત ટોકીઝ, લાલબજાર, વડોદરી ભાગોળ થઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જેમાં ડભોઇ નગરપાલિકાના કર્મચારીઓ, ડભોઇ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, વિવિધ હોદ્દેદારો અને નગરના પ્રતિષ્ઠિત નાગરિકો આ G-20 સિટિવોક (મેરેથોન)માં જોડાયા હતા.
આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારની શાળાઓ, કોલેજોના વિધાથીર્ઓ પણ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. NCC તથા NSS જેવી સંસ્થાઓ પણ તેમાં જોડાશે અને મોટી સંખ્યામાં જનભાગીદારીથી ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક ફલક ઉપર રજૂ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]