શિશુવિહાર બાળ પુસ્તકાલયના ઉપક્રમે નગરપાલિકાના વિધાર્થીઓ માટે ચિત્ર અને વાર્તાકથન કાર્યક્રમ યોજાયગયો
શિશુવિહાર બાળ પુસ્તકાલયના ઉપક્રમે નગરપાલિકાના વિધાર્થીઓ માટે ચિત્ર અને વાર્તાકથન કાર્યક્રમ યોજાયગયો.
ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2009 થી ચાલતા બાળપુસ્તકાલય અંતર્ગત વર્ષ 2023 માં શાળાઓમાં મુકવામાં આવેલ ' પ્રાકૃતિક સ્વાસ્થ્ય ' વિષયે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.. નવી શિક્ષણ નીતિમાં આવરી લેવાયેલ કૌશલ્ય તાલીમ ને વણીલેતા શાળા દીઠ બે -બે વિધાર્થી પ્રાકૃતિક જીવનના ગૌરવ દર્શાવતા ચિત્રો તૈયાર કરવામાં આવેલ...
પરીખ ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી સતત 15માં વર્ષે યોજાતા માતૃભાષા સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત 206 વિધાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે પુરકૃત કરવામાં આવેલ...
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી શિશિરભાઈ ત્રિવેદીના વરદ હસ્તે પરીખ ફાઉન્ડેશનના શ્રી ભવ્યભાઈ શાહ નું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવેલ... તેમજ ભાવનગરના સ્વાશ્રયી આરોગ્ય વિચારના પ્રણેતા શ્રી વિનુભાઈ ગાંધીનું સંસ્થા પ્રમુખ રાજેન્દ્રભાઈ દવે ના હસ્તે સવિશેષ સન્માન કરવામાં આવેલ . કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે સેવા આપનાર 11 નિર્ણાયકશ્રીઓનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું..
આ પ્રસંગે ઉત્તમ દેખાવ કરનાર 24 વિધાર્થીઓએ ' પ્રાકૃતિક સ્વાસ્થ્ય' વિષયે પોતાના વિચારો મંચસ્થ મહાનુભાવો ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું...
ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમ નું સંકલન શ્રી નેહલભાઈ ત્રિવેદી એ કર્યું હતું...
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.