વડોદરામાં દુમાડ ચોકડી પાસે ઢોરોને કતલખાને લઈ જતી ટ્રક પકડાઈ , બે ગૌરક્ષક સામે દારૂનો કેસ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6sxkatmyyi3qo0iw/" left="-10"]

વડોદરામાં દુમાડ ચોકડી પાસે ઢોરોને કતલખાને લઈ જતી ટ્રક પકડાઈ , બે ગૌરક્ષક સામે દારૂનો કેસ.


કરજણના વેમાલ ગામે રહેતા ભરતભાઈ રબારીએ વડોદરા થી પસાર થનારી એક ટ્રકમાં ભરેલા ઢોરોને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની વિગતો આપતા તેઓની સાથે વડોદરાના કાર્યકર નિકુંજ ભરવાડ અને ભરતભાઈ પરમાર દુમાડ હાઈવે પર આવ્યા હતા . આ વખતે એક ટ્રકને આંતરીને ચેક કરતા અંદર ઘાસચારા કે પાણીની સુવિધા વગર ક્રોતાપૂર્વક બાંધેલી 19 ભેંસ મળી આવી હતી . જેથી આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ટ્રકના ડ્રાઇવર મોહસીન અહેમદ ભાઈ વાંકા ( કોળીવાળું ફળિયું , દીવી ગામ , કરજણ ) ની અટકાયત કરી ટ્રક તેમજ ઢોરો કબજે કર્યા હતા . દરમિયાનમાં ગૌરક્ષકો પૈકી નિકુંજ કરમભાઈ ભરવાડ મારુતિ ધામ સોસાયટી અંબે સ્કૂલ પાસે વાઘોડિયા રોડ દારૂના નશામાં જણાઈ આવતા તેમની સામે પણ દારૂનો કેસ કરવામાં આવ્યો હતો . જ્યારે કારમાંથી દારૂના બે ક્વાર્ટરિયા મળી આવતા ભરત નરસિંહભાઈ પરમાર ( સાકર કોમ્પ્લેક્સ , વેમાલી ગામ સમા ) સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]