નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે પ્રથમવાર પ્રાથમિક શાળાનો ૭૩મો સ્થાપના દીન ઉજવાયો - At This Time

નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે પ્રથમવાર પ્રાથમિક શાળાનો ૭૩મો સ્થાપના દીન ઉજવાયો


નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે પ્રથમવાર પ્રાથમિક શાળાનો ૭૩મો સ્થાપના દીન ઉજવાયો

નેત્રંગ તાલુકામાં આવેલા કાંટીપાડા ગામની પ્રાથમિક શાળાનો ૭૩માં સ્થાપના દીનની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી. શાળા એ ગામનું ધરેણું છે. આ પંકિતને સાર્થક કરવા અને શાળાની પ્રગતિમાં વધારો થાય તે માટે શાળા પરિવાર અને એસ. એમ.સીના સભ્યો તેમજ ગ્રામ પંચાયતના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયુ્ં હતું.

આ સ્થાપના દીન નિમત્તે શાળાના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં જુદી જુદી ૧૩ જેટલી કૃતિઓ બાળકોએ રજૂ કરી હતી. તે સાથે કેક કટીંગ પણ કરી ૭૩માં વર્ષનો મંગલ પ્રવેશને આવકાર્યુ હતું. આ કાર્યક્રમમાં સરપંચ તેજલ વસાવા, ગામના રિટાયર્ટ શિક્ષકો, એસ.એમ સી. સમિતિના અધ્યકક્ષ જશોદાબહેન, નાયબ માહિતી નિયામક ભાવના વાસાવા તેમજ મોટી સંખ્યામાં ગામલોકોની ઉપસ્થિ રહ્યા હતા.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.