લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર રાજ ખોડલ હોટલમાંથી ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલનો જથ્થો ઝડપાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rjkqpb48essi8pvd/" left="-10"]

લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર રાજ ખોડલ હોટલમાંથી ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલનો જથ્થો ઝડપાયો.


તા.01/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ડીઝલ લીટર 244 કિ.રૂ.21,960 તથા પેટ્રોલ લીટર 10 કિ.રૂ.950 સહિત અન્ય મળી કિ.રૂ.23,010 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી જાતેથી તેમજ ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ હકીકત મેળવી ગેરકાયદેસર હથિયાર ધારાના સફળ કેસો મિલકત વિરુદ્ધના તથા ગંભીર પ્રકારના ગુનાઓ શોધી કાઢવાની કામગીરી કરી સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતે પેટ્રોલ ડીઝલ કે બાયોડીઝલનું વેચાણ કે સ્ટોરેજ થતું હોય તે અંગે ચોક્કસ હકીકત મેળવી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા એલસીબી ટીમ દ્વારા લીમડી પાણસીણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ કરી ચોક્કસ બાતમી આધારે બંસત સંજયસિંહ લીમડી વાળાએ લીમડી અમદાવાદ નેશનલ હાઇવે ઉપર કટારીયા ગામના બોર્ડ પાસે આવેલ રાજ ખોડલ હોટલ ભાડેથી રાખી હોટલમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનો સંગ્રહ કરી કોઈપણ જાતની પાસ પરમીટ વગર ગેરકાયદેસર વેચાણ કરે છે તેવી બાતમી આધારે સમગ્ર ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેડ કરતા આરોપી સંજયસિંહ મનુસિંહ બસંત જાતે રાજપૂત ઉ.29 ફિદાઈબાગ લીમડી વાળો મળી આવતા મજકુર ઈસમને સાથે રાખી તેની હોટલમાં રેડ પ્લાસ્ટિકનુ બેરલ તથા પ્લાસ્ટિકના કેનમાં ભરેલ 244 લીટર ડીઝલ એક લીટર ની કિ.રૂ.90 લેખે 244 લીટરની કિ.રૂ.21,960 તથા 10 લીટર પેટ્રોલની કિ.રૂ.95 લેખે કિ.રૂ.950 સહિત અન્ય મળી કુલ કિ.રૂ.23,010 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાણસીણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]