વિસાવદર તાલુકાના સરસઈ ખાતે આવેલ સંત રોહિદાસ આશ્રમમાં રોહિદાસ જન્મજ્યંતીનુ ભવ્ય આયોજન. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2oolv9oxhklumjiq/" left="-10"]

વિસાવદર તાલુકાના સરસઈ ખાતે આવેલ સંત રોહિદાસ આશ્રમમાં રોહિદાસ જન્મજ્યંતીનુ ભવ્ય આયોજન.


વિસાવદર તાલુકાના સરસઈ ખાતે આવેલ સંત રોહિદાસ આશ્રમમાં રોહિદાસ જન્મજ્યંતીનુ ભવ્ય આયોજન.
વિસાવદર
વિસાવદર તાલુકાના સરસઈ ખાતે આવેલ જગ વિખ્યાત સંત શિરોમણી રોહિદાસ આશ્રમમાં રોહિદાસ બાપાની 646 na જન્મમહોત્સવનીઉજવણીની હાલ ભારે તૈયારીઓ ચાલી રહી છે.
સંત શિરોમણી ભક્ત રોહિદાસ મહારાજનો જન્મ સવંત 1433મહાસુદ - 15 ને રવિવારના બ્રહ્મ મુહર્તમાં મડુંર હાલના સોર ગોવર્ધન પુરા (કાશી ) માં થયો હતો.
જગ પ્રખ્યાત આ સંત રોહિદાસ આશ્રમમાં બાપાની જન્મજયંતિ દર વર્ષે ઉજવવામાં આવે છે.આવનાર તારીખ 5/2/2023 ને રવિવારના રોજ ઉજવવામાં આવશે.જેમાં સંતો મહંતો ની પધરામણી, સમાજના અગ્રણીઓ,અને અધિકારી, પદાઅધિકારીઓના સન્માન કરવામાં આવે છે. જ્યાં બહોળી સંખ્યામાં અઢારે વરણના લોકો હળીમળી જન્મજયંતિનો આનંદ મેળવે છે.
તેમજ અહીં ભોજન, ભજન, અને ભક્તિની સરવાણી જોવા મળે છે.
ખાસ વિશેષમાં આ જન્મજયંતિ નિમિતે ખાસ અતિથિ વિશેષમાં ભાનુબેન બાબરીયા - કેબિનેટ મંત્રી શ્રી સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ગુ. રા. ગાંધીનગર ઉપસ્થિત રહેવાના છે.
આમ, આ કાર્યક્રમને સફળ બનાવવા હાલ પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે.
શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]