બોટાદમાં બાળકીના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં રાજકોટમાં ટોળેટોળાં રસ્તા પર ઊતર્યા, પોલીસ સાથે રકઝક અને ગાળાગાળી થઈ - At This Time

બોટાદમાં બાળકીના દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં રાજકોટમાં ટોળેટોળાં રસ્તા પર ઊતર્યા, પોલીસ સાથે રકઝક અને ગાળાગાળી થઈ


ગત 15 જાન્યુઆરીના રોજ બોટાદમાં દેવીપૂજક સમાજની 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના દેવીપૂજક સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં પણ દેવીપૂજક સમાજ દ્વારા વિવિધ બેનરો સાથે રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ‘ન્યાય આપો, ન્યાય આપો, બાળકીને ન્યાય આપો’ સહિતના સૂત્રોચ્ચાર સાથે દેવીપૂજક સમાજે આક્રોશ ઠાલવ્યો હતો. આ મામલે કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસીની સજા આપવા માગ કરી હતી. આ સમયે પોલીસ અને દેવીપૂજક સમાજના યુવાનો વચ્ચે રકઝક થઈ હતી. તેમજ પોલીસે ટોળાં વિખેરવા માટે પ્રયાસ કરતા લોકો ગાળાગાળી કરતા નજરે પડ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.