વડનગર સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

વડનગર સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી


વડનગર સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સરકારી વિજ્ઞાન કોલેજ તથા મામલતદાર કચેરી વડનગર સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી કરવામાં આવી

ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજ તથા મામલતદાર કચેરી વડનગર સંયુક્ત ઉપક્રમે "રાષ્ટ્રીય મતદાતા દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વડનગરના મામલતદાર શ્રી આર. ડી. અઘારા સાહેબ, નાયબ મામલતદાર શ્રી સહદેવભાઈ દેસાઈ તથા તેમની ટીમ હાજર રહેલ. આચાર્યશ્રી ડો. એ. એસ. પ્રજાપતિ સાહેબ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ. મામલતદારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને અવશ્ય મતદાન કરવા માટે શપથ ગ્રહણ કરાવવામાં આવેલ અને મતદાના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવેલ. વધુમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવા માટેની શ્રેષ્ઠ કામગીરી કરનાર BLO શ્રીઓને પણ સન્માનિત કરવામાં આવેલ. સદર કાર્યક્રમનું સંચાલન શ્રી શિક્ષક શ્રી પંચાલ સાહેબ દ્વારા કરવામાં આવેલ અને કોલેજ કક્ષાએ સદર કાર્યક્રમનું આયોજન શ્રી વિશાલ સુથાર દ્વારા કરવામાં આવેલ હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »