સો.મીડિયા પર કાકાની બંદૂક સાથે ફોટા મૂકનાર ભત્રીજાની ધરપકડ, ભાજપના કોર્પો.ના પુત્ર વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં!

સો.મીડિયા પર કાકાની બંદૂક સાથે ફોટા મૂકનાર ભત્રીજાની ધરપકડ, ભાજપના કોર્પો.ના પુત્ર વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં!


રાજકોટ ગ્રામ્ય SOG પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર બંદૂક સાથે ફોટો અપલોડ કરી રોફ જમાવનાર યુવાન તેમજ જે વ્યકિતનું હથિયાર હતું તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંજય મેણીયા નામના શખ્સે એક સાથે બે-બે હથિયાર હાથમાં રાખી સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કર્યો હતો જેથી પોલીસે તાત્કાલિક અસરથી સંજયની ધરપકડ કરી તપાસ કરતા આ હથિયાર મગનભાઈ મેણીયાનુ હોવાનું સામે આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય પોલીસે સામાન્ય માણસ સામે ત્વરિત કાર્યવાહી કરી છે જયારે રાજકોટ ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સામે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી ત્યારે રાજકોટ શહેર પોલીસ નિંદ્રામાંથી જાગી ફરિયાદ કરશે કે પછી ભાજપના નગરસેવિકાના પુત્ર હોવાથી ફરિયાદ કરી શકશે નહીં તે તો આવનાર સમય જ બતાવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »