પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન
અમરેલી વિધાનસભા ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે
લાયન વસંત મોવલિયા PMJF, ડિસ્ટ્રીકટ ગવર્નર (૨૦૨૨-૨૩) પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે
જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલિયા,ધારી વિધાનસભા ધારાસભ્ય જે.વી કાકડિયા, લાઠી વિધાનસભા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે
પરીક્ષામાં તણાવમાંથી વિદ્યાર્થીઓ મુક્ત થાય અને પરીક્ષાને ઉત્સવની જેમ વિદ્યાર્થીઓ ઉજવે એ માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દર વર્ષ દેશભરના પરીક્ષાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના માધ્યમથી સંવાદ કરે છે.
આ કાર્યક્રમની દુનિયાભરના દેશોમાં સરાહના કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમનો આત્મવિશ્વાસ વધારે છે અને પરીક્ષાના મહત્વ સાથે તણાવથી દૂર રહેવા માટેની પદ્ધતિથી અભ્યાસ કરવાની તાલીમ પણ આપે છે.
આ વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ તારીખ ૨૭ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ થવાનો છે. તે કાર્યક્રમના અનુસંધાને અમરેલી જિલ્લાની સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ચિત્ર સ્પર્ધાનું વિશેષ આયોજન આજરોજ તારીખ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૩ને શનિવારના રાખવામાં આવ્યું છે. સાંજના ૦૪:૦૦ કલાકે સિનિયર સિટીઝન પાર્ક, સરદાર પટેલ સર્કલ ખાતે ધોરણ ૦૯થી ૧૨ના વિદ્યાર્થીઓની ચિત્રસ્પર્ધા રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શ્રેષ્ઠ કૃતિ વિજેતાઓને સર્ટિફિકેટ, મોમેન્ટો અને ઈનામ આપીને સન્માનવામાં આવશે તો સહભાગી થનારા તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ અને સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં અમરેલી વિધાનસભા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે તેમજ લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના સ્થાપક પ્રમુખ અને વર્ષ ૨૦૨૨-૨૩ના ડિસ્ટ્રીકટ ગવર્નર લાયન વસંત મોવલિયા PMJF, જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલિયા, ધારી વિધાનસભા ધારાસભ્ય જે.વી. કાકડિયા, લાઠી વિધાનસભા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી સહિતના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. તદુપરાંત વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ લાયન્સ ઝોન ચેરમેન દિનેશભાઈ ભુવા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પ્રમુખ ડૉ. ભરતભાઈ કાનાબારની વિશેષ હાજરીમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.