સામતપર ગામે શિક્ષિકા સામે પગલાં ભરવા માંગ સાથે ગ્રામજનોની રજૂઆત કરાઈ. - At This Time

સામતપર ગામે શિક્ષિકા સામે પગલાં ભરવા માંગ સાથે ગ્રામજનોની રજૂઆત કરાઈ.


સાયલા તાલુકાના સામતપર ગામે 9 ડિસેમ્બર ના રોજ શિક્ષિકા દ્વારા ત્રણ ધોરણમાં ભણતી બાળકીને માર મારવાના કેસમાં તેમજ વાલીને ચાકુ બચાવવા નાં કેસમાં શિક્ષિકા સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી. અગાઉના સમયમાં પણ આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલ ના જણાવ્યા મુજબ શિક્ષિકા વિરુદ્ધ એસ.એમ.સી, ગ્રામ પંચાયત અને સ્કૂલ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી છતાં શિક્ષણ વિભાગે આના કોઈ પગલા લીધા નથી. જેને ધ્યાનમાં લઈને એસ.એમ.સી નાં સભ્યો, તેમજ સામતપર ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામજનો હાજર રહી પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે શિક્ષિકા સામે આગળના પગલા ભરી તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
અહેવાલ ..જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.