સુરેન્દ્રનગર જીલ્લાની સરકારી હોસ્પિટલમાં લોહીના રિપોર્ટ ટેસ્ટ ન થતા દર્દીઓમાં રોષ જોવા મળ્યો. - At This Time

સુરેન્દ્રનગર જીલ્લાની સરકારી હોસ્પિટલમાં લોહીના રિપોર્ટ ટેસ્ટ ન થતા દર્દીઓમાં રોષ જોવા મળ્યો.


તા.06/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સરકારી ગાંધી હોસ્પિટલમાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લેવા આવે છે. ત્યારે દરરોજ અંદાજે 500થી વધુ ઓડીપી નોંધાય છે. બીજી તરફ હાલ તાવ, ઉધરશ, શરદી સહિતના વાયરલ રોગચાળાના કારણે દર્દીઓની ભીડ પણ જામી રહી છે. તેમાંય ઉઘડતા દિવસે એટલે કે સોમવારે દર્દીઓની સંખ્યા વધુ પ્રમાણમાં રહે છે. આથી તા. 5 ડિસેમ્બરે સારવાર માટે આવેલા કેટલાક દર્દીઓને લોહીના રિપોર્ટ કરવવા તબીબો દ્વારા જણાવાયું હતું.આથી ગાંધી હોસ્પિટલની અંદર જ જ્યાં લોહીનો ટેસ્ટ કરવામાં આવે ત્યાં દર્દીઓ પરિવારજનો સાથે ગયા હતા. આ દરમિયાન 1થી દોઢ કલાક દર્દીઓને બેસાડયા બાદ મશીન બંધ હોવાના કારણે લોહી ટેસ્ટ નહીં થઇ શકે તેવું કહેવામાં આવતાં રોષ ફેલાયો હતો. આ અંગે દર્દી શાંતિબેન ગોવિંદભાઈ રાઠોડ, ક્રિષ્નાબેન, મીનાબેન વગેરે જણાવ્યું કે, લોહીના ટેસ્ટ થઇશકયા નથી.જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આવું બને તો દર્દીઓની શું હાલત થાય. આ અંગે હોસ્પિટલના પેથેલોજિસ્ટ વર્ગ-1 ડો. હર્ષદ પ્રજાપતિએ જણાવ્યું કે, લેબોરેટરી તેમજ મશીનો તો ચાલુ જ છે. પરંતુ સીબીસીના રિપોર્ટ માટેનો માલસામાન અમદાવાદથી ન આવતા આ પરિસ્થિત સર્જાઇ હતી. ઉપર જાણ કરવામાં આવી છે અને મંગળવારથી આ સુવિધા શરૂ થઇ જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.