જિલ્લામાં ત્રણ આદર્શ મતદાન મથક તૈયાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hatbljcc4cgjrgvf/" left="-10"]

જિલ્લામાં ત્રણ આદર્શ મતદાન મથક તૈયાર


મહીસાગર જિલ્લામાં જિલ્લા ચુંટણીતંત્ર દ્વારા શક્ય તેટલુ વધારે મતદાન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે વિશ્વાસ જાગે અને મતદારો મતદાન કરવા પ્રેરાય તે હેતુથી જિલ્લામાં આદર્શ મતદાન મથક (મોડેલ પોલિંગ સ્ટેશન)નો અભિગમ અપનાવ્યો છે. જે અંતર્ગત 121- બાલાસિનોર વિધાનસભા મતદાર વિભાગમાં હાડીયા, 122- લુણાવાડા વિધાનસભામાં પ્રાથમિક શાળા મોટાસોનેલા તેમજ 123- સંતરામપુર વિધાનસભા પ્રાથમીક શાળા રાઠડા બેટ ખાતે મોડેલ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.
આદર્શ મતદાન મથકોનું સુશોભન એવી રીતે કરાયું છે કે, ત્યાંથી પસાર થનારને પણ એક વખત જોવાની ઈચ્છા થાય અને જે તે બુથ બહારની જગ્યામાં રોપા ,અંદર પ્રવેશ માર્ગે વેલના તોરણો વગેરે જેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]