ધંધુકા 108 દ્વારા એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી
ધંધુકા 108 દ્વારા એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી
ચુડા તાલુકાના કંથારીયા ગામ કૈલાશબેન રમેશભાઈ પરમાર ને અચાનક ડિલિવરીનો દુખાવો થતાં તેમના પતિ રમેશભાઈ દ્વારા 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક સાધવામાં આવ્યો હતો
ધંધુકા 108 પાયલોટ અશરબભાઈ પઠાણ તથા ઇએમટી અશોકભાઈ જમોડ તરત જ ઘટના સ્થળે જવા નીકળી પડ્યા દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ દર્દીની તપાસ કરતા લાગ્યું કે રસ્તામાં જ ડીલીવરી કરાવી પડશે
ડિલિવરી દરમિયાન બાળકના ગળામાં નાવડો વીંટાઈ ગયેલો હોવાથી પરિસ્થિતિ ગંભીર હોવા છતાં 108 ઓફિસ પર ફિઝિશિયન સાહેબની સાથે વાત કરી સાહેબની સલાહ પ્રમાણે જરૂરી સારવાર કરી ડિલિવરી થયા બાદ બાળક રડતું ન હોવાથી બાળકને છાતિ પર ધીમા દબાણ આપી કુત્રિમ શ્વાસોશ્વાસ આપી બાળકનની અમૂલ્ય જિંદગીને બચાવી લીધી હતી
બાળક અને માતા બંનેને સારવાર સાથે લીંબડી સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.
દર્દી કૈલાશબેન રમેશભાઈ પરમાર તથા તેમના પરિવાર 108 પરિવારનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.