જિલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવાનો સંદેશો આપતા વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો - At This Time

જિલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવાનો સંદેશો આપતા વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો


મહીસાગર જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ વયના ૧૬૩ મતદારો અને ૪૩ દિવ્યાંગ મતદારોના નિવાસ સ્થાને જઈ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરાવ્યું

જિલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવાનો સંદેશો આપતા વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો

વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે મહીસાગર જિલ્લાની વિધાનસભા માટે ચૂંટણીતંત્ર દ્વારા ૮૦ વર્ષથી વધુ વયના નાગરિકો તથા દિવ્યાંગો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ ૧૬૩ વયોવૃદ્ધ મતદાતાઓ જયારે ૪૩ જેટલા દિવ્યાંગ મતદારોના ઘરે જઈ પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવ્યું. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ,કર્મચારીશ્રીઓ, પોલીસ કર્મીઓ દ્વારા સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.
વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો માટે ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે પહોંચેલી ટીમ દ્વારા જે-તે મતદારને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા અંગે સમજાવવામાં આવ્યા ત્યારબાદ તેમની પાસે મતદાન કરાવવામાં આવ્યું જેમાં મતદાનની સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવી હતી.
રોનક ભટ્ટ તેમના દાદી વિશે જણાવતા કહે છે કે તેમની દાદીની ઉમર ૮૨ વર્ષ છે તેમની દાદીનું નામ નિર્મલાબેન ભટ્ટ કે જેઓ લુણાવાડા તાલુકાના કાંઠા ગામના વતની છે,તેઓને પગમાં ફ્રેક્ચર હોવાથી તેઓ ઘર બહાર મતદાન કરવા જઈ શકે તેમ નથી તેથી ચૂંટણી તંત્ર દ્વારા ઘર બેઠા મતદાનની સુવિધા થકી ઘરે બેઠા જ મતદાન કરી તેમને પોતાની ફરજ બજાવી અને તેમને લોકોને અપીલ કરી હતી કે દરેક લોકોએ વોટ કરી દેશ નિર્માણ માટેની આપણી ફરજ અદા કરવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.