સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાવિસ્તારમાં લોક્શાહીના અવસર અંતર્ગત ઇકો ફ્રેન્ડલી મતદાર જાગૃતિ રેલી યોજાશે - At This Time

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાવિસ્તારમાં લોક્શાહીના અવસર અંતર્ગત ઇકો ફ્રેન્ડલી મતદાર જાગૃતિ રેલી યોજાશે


૨૯ નવેમ્બરે ૧૧ વાગ્યે સવારે ઊંટ લારીમાં શણગાર સાથે NCC-NSS  અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ડ્રમ ડીજે સાથે ૨ થી ૩ કિલોમીટર સુધી પ્લેકાર્ડ,બેનર્સ સાથે વિદ્યાર્થીઓ શિક્ષકો અને નાગરિકો રેલીમાં જોડાશે મતદાન માટે જાગૃતિ સંદેશ પ્રસરાવશે

*****************

        ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કામાં ૫મી ડિસેમ્બરે મતદાન યોજાશે. જે અંતર્ગત પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા દ્વારા જિલ્લાની ચાર વિધાનસભા હિંમતનગર, પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મા મતવિસ્તારમાં લોકો વધુને વધુ મતદાન કરે અને મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે આશયથી આગામી તારીખ ૨૯/૧૧/૨૦૨૨ના મંગળવારના રોજ સવારે ૧૦ કલાકે એક દિવસ એક કલાક સુધી શહેરના વિવિધ માર્ગો પર ઊંટ લારીમાં શણગાર સાથે એન.સી.સી. એન.એસ.એસ તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકો દ્વારા શિક્ષકો પોલીસ બંદોબસ્ત સાથે ડ્રમ ડીજે સાથે યુનિફોર્મમાં સૂત્રોચાર, પ્લેકાર્ડ,બેનર્સ સાથે ૨ થી ૩ કિલોમીટરના અંતરે રાજમાર્ગો પર રેલી યોજવામાં આવશે અને સ્થાનિક આર.ઓ પ્રાંત અધિકારી દ્વારા તથા જિલ્લા કક્ષાની રેલીમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે અને મતદાન અંગે જાગૃતિ સંદેશો પ્રસરાવી મતદારોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરવામાં આવશે.

જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ પ્લાનના નોડલ અધિકારી દ્વારા ઇકો ફ્રેન્ડલી મતદાર જાગૃતિ રેલી માટેનું આયોજન અને અમલવારી કરવામાં આવશે તે માટે અધિક નિવાસી કલેક્ટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ દ્વારા તાજેતરમાં એક બેઠક બોલાવી કાર્યયોજનાને આખરી ઓપ આપવા સૂચના આપવામાં આવી હતી.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon