અવસર લોકશાહીનો…
“અમારા પરિવારના બધા જ પુખ્ત સભ્યો અવશ્ય મતદાન કરશે”: વિદ્યાર્થીઓ
107-બોટાદ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ ગામોમાં મતદાન જાગૃતિ માટે 25,000 સંકલ્પપત્રોનું વિતરણ
એકપણ પરિવાર અને એકપણ મતદાતા મતદાનથી બાકાત ન રહે તેવા હેતુ સાથે બોટાદ જિલ્લો થઈ રહ્યો છે સંકલ્પબદ્ધ
મતદાતાઓ મતદાનનું મહત્વ સમજે અને વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં વધુમાં વધુ મતદાન થાય તે માટે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં મતદાન જાગૃતિ સંકલ્પપત્ર વિતરણ અને સંકલ્પ ગ્રહણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અન્વયે 107-બોટાદ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ ગામોમાં મતદાન જાગૃતિ માટે 25,000 સંકલ્પ પત્રોનું વિતરણ થઈ ચૂક્યું છે.
સમગ્ર જિલ્લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માધ્યમથી વાલીઓ પાસે તેમનું નામ મતદારયાદીમાં હોવાની ખાતરી કરાવવા તેમજ નૈતિક મતદાનનો સંકલ્પ કરાવવા સંકલ્પ પત્ર વિદ્યાર્થીઓમાં વિતરણ કરાવી, સંકલ્પ પત્ર પર વાલીની સહી મેળવી પરત મેળવવામાં આવી રહ્યા છે. આ નવતર પહેલથી 107-બોટાદ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ ગામોમાં મતદાન જાગૃતિ માટે 25,000 સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં “એકપણ પરિવાર અને એકપણ મતદાર મતદાનથી બાકાત ન રહેવો જોઈએ” તેવા હેતુ સાથે બોટાદ જિલ્લો સંકલ્પબદ્ધ થઈ રહ્યો છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.