ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ડી.એ.પી ખાતરની અછતથી ખેડુતોને હાલાકી. - At This Time

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ડી.એ.પી ખાતરની અછતથી ખેડુતોને હાલાકી.


ધ્રાંગધ્રા: રાજ્યમા શિયાળાની ગુલાબી ઠંડી સાથે ખેડુતોને રવિ પાકની સિઝન પણ લગભગ શરુ થઇ ચુકી છે તેવામાં ધ્રાંગધ્રા પંથકના કોંઢ ગામે ખેડુતોને ડી.એ.પી ખાતરની અછતના લીધે હાલાકી પડી રહી છે. કોંઢ ગામે ખેડુત આગેવાન શક્તિસિંહ ઝાલા દ્વારા જણાવાયુ છે કે રાજ્યની ગુજકો માસોલ સહકારી સંસ્થામાં ડી.એ.પી ખાતરનો અપુરતો જથ્થો છે જ્યારે અન્ય ખાનગી ડેપોમાં પુરતો જથ્થો હોવાનુ નજરે પડે છે. ખેડુતોને ડી.એ.પીના અપુરતા જથ્થાથી ન છુટકે ખાનગી ડેપો પાસે ખાતરની ખરીદી કરવી પડે છે ત્યારે સહકારી સંસ્થા દ્વારા ૨૦ ટન ખાતરની માંગ કરાય ત્યારે માત્ર ૧૫ ટન ખાતર જ મોકલાય છે આ તરફ ખાનગી ડેપોમાં ૨૦ ટનની માંગ કરતા જ તેઓને પુરતુ ખાતર મોકલી આપવામા આવે છે જેથી ગુજકો માસોલમા ખાતર નહિ હોવાના લીધે અને સિઝન શરુ થવાથી ન છુટકે ખાનગી ડેપોની શરણે જવુ પડે છે જેના લીધે ખેડુતોને આથીઁક નુકશાન પણ થયુ હોવાના આક્ષેપ સાથે ઉચ્ચસ્તરે લેખીત રજુવાત કરવામા આવી છે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.